________________
૪૫
તર્કભાષા વાર્તિકમ્ ऽतिप्रसक्तिः, कथं ? द्विखुरावत्त्वं साधारणं महिष्यादौ वर्तनात् । तद्वारणाय असाधारणेति । तथा च असाधारणधर्मवचनं लक्षणशास्त्रमिति सम्पन्नम् ।
असाधारणत्वं नाम तन्मात्रवर्त्तित्वं, तन्मात्रवर्त्तित्वं च तद्वर्तित्वे सति तदितरावर्तित्वमिति । केचित्तु यदेव तत्त्वं तदेव लक्षणं तत्त्वं च नाकाशमपीति असाधारणधर्मत्वमेव लक्षणत्वलक्षणमित्याहुः । न चाऽत्राऽनवस्था दोषाय प्रमाणिकत्वात्, कथं ? घटे घटत्वं घटत्वे घटतात्वं घटतात्वे घटतात्वत्वमित्यनयादिशानवस्थेति, न चाऽत्रात्माश्रयोऽपि दोषाय प्रामाणिकत्वात् भिन्नव्यक्तिकत्वाच्च ।
कथं ? लक्षणस्य लक्षणापेक्षत्वेन स्वस्य स्वापेक्षणमात्माश्रय इत्युक्तेरात्माश्रय इति यथा लक्षितस्येति । -
- લક્ષણ સ્વરૂપ શાસ્ત્રને ઓળખાવે છે. લક્ષણં તુ - લક્ષણ શબ્દથી અહીં લક્ષણ શાસ્ત્ર લક્ષ્ય તરીકે લેવાનું છે. નહિ તો અસંભવ દોષ થાય. “લક્ષણ ત્વસાધારણધર્મવચનમ્' અત્રે લક્ષણ એટલે લક્ષણશાસ્ત્ર = લક્ષણવિધિ (શાસ્ત્રનો અર્થ વિધિ થાય છે.) પ્રકૃતમાં લક્ષણનું લક્ષણ બતાવે છે. એટલે લક્ષણ (= લક્ષણશાસ્ત્ર) લક્ષ્ય છે, અને જો ન મૂકો તો અસંભવ દોષ આવશે. કેમ કે અસાધારણધર્મવચનથી તો ગાયના પિંડમાં રહેલ સાસ્ના વગેરેનું ગ્રહણ થશે. તે ગાય વગેરેના લક્ષણ હોવા છતાં લક્ષણ વિધિ બની શકતા નથી. (વ્યાત્મક ગળાની ગોદડીં તે લક્ષણ નથી, પણ વચનાત્મક સાસ્નાનો ઉલ્લેખ લક્ષણ તરીકે લેવાનો છે, તેના માટે જ લક્ષ્યમાં લક્ષણનો ઉલ્લેખ કરેલ છે.) એટલે લક્ષણનું લક્ષણ બનાવવું હોય તેમાં “અસાધારણ ધર્મવચનમ્” આટલું જ કહેવાથી નહિ ચાલે, પરંતુ લક્ષણ અસાધારણધર્મવચનમ્” એમ લક્ષણાત્મક લક્ષણસ્વરૂપ લક્ષ્યના ઉલ્લેખની આવશ્યકતા છે.
હવે વચન તે લક્ષણ શાસ્ત્ર છે, એમ કહીએ તો ગૌ.’ વિ. ધર્મી વચનમાં અતિવ્યાપ્તિ થશે, કારણ કે તે પણ વચન તો છે જ, તેના વારણ માટે ધર્મપદ ઉમેરીએ, ત્યારે ગાયનું લક્ષણ વિખુરાવવૅ (બે ખરીવાળા હોવું) વાક્યમાં અતિવ્યાપ્તિ થાય, કારણ કે વિખુરાવસ્વ ધર્માત્મક વચન તો છે પણ અલક્ષ્ય ભેંસ વિ.માં તેની હયાતી છે. તેના વારણ માટે અસાધારણ પદ મૂક્યું છે.