________________
૪૪
તર્કભાષા વાર્તિકમ્
પૂર્વપક્ષ - આમ કરતાં તો અભિધેયમાં અતિવ્યાપ્તિ થશે કારણ કે નામ માત્રથી વસ્તુનું સંકીર્તન કરવું તે અભિધેય છે. પરંતુ તે સર્વ ઠેકાણે રહેતું હોવાથી સાધારણ છે. એટલે ઉદ્દેશરૂપે ન હોવા છતાં લક્ષણ ઘટવાથી અતિવ્યાપ્તિ થાય.
શંકાકાર :- તો પછી પ્રમેય પણ સર્વ ઠેકાણે રહેતું હોવાથી અભિધેય ની જેમ સાધારણ બની જશે.
પૂર્વપક્ષ :- ભાઈ ! એમ નથી. કારણ કે પ્રમેય તે આત્મા, શરીરઈન્દ્રિય ઈત્યાદિ બાર પદાર્થમાં જ વર્તે છે. “ગાત્મરાન્દ્રિાર્થવૃદ્ધિમન:પ્રવૃત્તિોષ પ્રેત્યામાવવી વસ્તુપ્રમેયમ્' ૧/૨/૧ “ન્યાયસૂત્ર, એમનાં સમ્યજ્ઞાનથી મોક્ષ અને મિથ્યાજ્ઞાનથી સંસાર બને છે. માટે આ ૧૨ ને જ પ્રમેય તરીકે દર્શાવ્યા છે. એથી દિશા વિ. અને સામાન્ય વિશેષ પ્રમેય તરીકે કહ્યા નથી, પણ દિશા વગેરે અભિધેય તો છે જ. એટલે પ્રમેય અભિધેયની જેમ સાધારણ નથી, એથી ઉપરોકત લક્ષણની અભિધેયમાં અતિવ્યાપ્તિ સુનિશ્ચિત છે.
ઉત્તરપક્ષ :- તેના વારણ માટે અસાધારણ પદ મૂક્યું. અભિધેયમાં સર્વ સામાન્ય પદાર્થનું કથન હોય છે.
પૂર્વપક્ષ :- તો પછી અસાધારણ નામ માત્ર આટલું જ રહેવા દો, કારણ કે વાદળાની ગર્જના, કાગડાના કાકા અવાજમાં નામ જ નથી. ડિત્યાદિ અસાધારણ (નામ) નથી. અભિધેય પણ સાધારણ છે એટલે વસ્તુ સંકીર્તન પદ વધારે પડતું લાગે છે. .
'ઉત્તરપક્ષ - આટલું જ કહીએ, તો નહિ ઉચ્ચારેલા અસાધારણ પદમાં અતિવ્યાપ્તિ થશે. તેના વારણ માટે અથવા અર્થફુટ થાય તે માટે વસ્તુસંકીર્તન પદ મૂકવું જરૂરી છે. એ પ્રમાણે ઉદ્દેશનું લક્ષણ થયું.
__लक्षणात्मकं शास्त्रं लक्षयति 'लक्षणं त्विति' लक्षणमित्यत्र लक्षणशास्त्रं लक्ष्यं, अन्यथा असम्भवः स्यात्, नहि पिण्डस्थमेव सास्नादिकं गवादेः लक्षणशास्त्रं भवितुमर्हतीति । अथ वचनं लक्षणशास्त्रमित्युक्ते गौरित्यादि धर्मिवचनेऽतिप्रसक्तिस्तद्वारणाय धर्मेति, तावत्युक्ते गोर्लक्षणं द्विखुरावत्त्वमिति वाक्ये૧. આત્માથી માંડી અપવર્ગ સુધીના ૧૨ પદાર્થોનો સાક્ષાત્કાર સર્વ પદાર્થ વિષયક મિશ્રાજ્ઞાનની નિવૃત્તિ કરાવી મુક્તિનું કારણ બને છે, માટે ૧૨ પદાર્થો જ મુમુક્ષુઓ માટે પ્ર-પ્રકૃષ્ટમેય છે.