________________
૪૩
તર્કભાષા વાર્તિકમ્ અનુમાન, ઉપમાન શબ્દ એમ વિશેષ નામ માત્રનું જ કથન હોવાથી તેનો ઉદ્દેશમાં સમાવેંશ થઈ જતો હોવાથી ત્રણ પ્રકાર કહેવા જ યોગ્ય છે.
=
અસાધારણ નામ માત્રથી વસ્તુનું કથન કરવું તે ઉદ્દેશ એટલે કે ઉદ્દેશ શાસ્ત્ર - ઉદ્દેશવિધિ છે. અહીં જો ‘કીર્તન’ ઉદ્દેશ એટલું જ કહીએ તો વાદળાની ગર્જનામાં અતિવ્યાપ્તિ આવે તે માટે સમ્પદ મૂક્યું. એટલે તાળવું અને બે હોઠના સંયોગથી જે શબ્દ થાય તે જ સંકીર્તન કહેવાય. તેવું વાદળની ગર્જનામાં ન હોવાથી અતિવ્યામિ નહીં આવે. છતાં કાગડાના અવાજમાં અતિવ્યાપ્તિ આવશે. કારણ કે તાલ્વાદિના સંયોગથી જ કાં-કાં અવાજ ઉત્પન્ન થાય છે. માટે નામ પદ મૂક્યું કાં-કાંમાં કોઈ નામનો ઉચ્ચાર થતો ન હોવાથી અતિવ્યાપ્તિ ટળી જાય છે.
तत्र नाम संकीर्त्तनं तावत्युक्ते प्रमाकरणं प्रमाणमित्यादिलक्षणवाक्येऽतिप्रसक्तिः कथं ? लक्ष्यलक्षणवाक्यं लक्षणशास्त्रं भवति, न तूद्देशशास्त्रमतो मात्रेति केवलं नाममात्रं तावत्युक्ते डित्थडवित्थादिशब्देऽतिप्रसक्तिस्तद्वारणाय वस्तुपदं तावत्युक्ते अभिधेयेऽतिप्रसक्तिः, कथमितिचेत्, अभिधेये नाममात्रेण वस्तुसंकीर्त्तनमस्ति परं सर्वत्र वर्तनात्साधारणं, तर्हि प्रमेयमपि तथैव भविष्यतीति चेन्न, तस्य द्वादशेष्वेव वर्त्तनात्तद्वारणायाऽसाधारंणेति असाधारणनाममात्रमि - त्येवास्तु, संकीर्त्तनपदमधिकमित्यनुच्चारितेऽतिप्रसक्तिस्तद्वारणाय तस्योपादानं स्फुटार्थत्वात् वा; तथा चोद्देशलक्षणं सम्पन्नम् ।
પણ નામનું કથન કરવું તે ઉદ્દેશ એટલું કહીએ તો ‘પ્રમાનું કારણ પ્રમાણ કહેવાય’ એમાં અતિવ્યાપ્તિ આવશે, કારણ કે ત્યાં નામનું કીતર્ન-કથન તો છે જ, જ્યારે એમાં લક્ષ્ય અને લક્ષણનું વાક્ય હોવાથી આને લક્ષણશાસ્ત્ર કહેવાય છે, પરંતુ ઉદ્દેશશાસ્ત્ર કહેવાતું નથી. તે માટે માત્ર પદ ઉમેર્યુ છે. જેમાં ફક્ત નામનું કથન કરાય તે ઉદ્દેશ, જ્યારે ઉપરોક્ત કથનમાં લક્ષ્યવચન અને લક્ષણવચન એમ વિભાગ પાડીને કથન કરેલ હોવાથી નામ માત્રનું કથન ન કહેવાય, તેથી તેમાં અતિવ્યાપ્તિ નહિ આવે. આટલું કહેવા છતાં ડિલ્થ ડવિત્યાદિ શબ્દમાં અતિવ્યાપ્તિ થાય, કારણ કે ડિન્થ ઈત્યાદિ નામમાત્રનું કીર્ત્તન છે પણ તે ઉદ્દેશ વાક્ય તો કહેવાતુ નથી, માટે વસ્તુ પદ મૂક્યું; ડિત્યાદિથી કોઈ વસ્તુનું કથન થતું ન હોવાથી તે શબ્દોમાં અતિવ્યાપ્તિ ન થાય.
•