________________
તર્કભાષા વાર્તિકમ્
૪૦
જ્ઞાનનો વિષય સ્વને ઈષ્ટ ન હોય અને પરને ઈષ્ટ હોય. દા.ત.- પોતાના મરણ વિ. નું સાધન ઝેર ખાવુ વિ. પોતાના પ્રયત્નથી સાધ્ય છે. તેમજ (બીજાની અપેક્ષાએ) બલવદનિષ્ટાનનુબંધીષ્ટ સાધનતા વિષયવાળું છે, માટે પ્રવર્તક બનવાની આપત્તિ આવે તેના વારણ માટે ઈષ્ટ સાધનતામાં પણ સ્વપદનો અધ્યાહાર કરવો. પોતાનું મરણ સ્વને ઈષ્ટ નથી માટે તાદશજ્ઞાનને પ્રવર્તક બનવાની આપત્તિ નહિ આવે.
એટલે પોતાના પ્રયત્નથી સાધ્ય, ભારે અનિષ્ટનું અનનુબંધી (જે કાર્ય કરતાં ભારેખમ અનિષ્ટ ઉભું ન થાય) તેમજ જે પોતાના ઈષ્ટનું સાધન હોય એવા વિષયવાળું જ્ઞાન તે પ્રવર્તક. એ રીતે પૂરે પૂરું લક્ષણ તૈયાર થયું.
तथा च तत्त्वं जानन्तीति तत्त्वज्ञाः तेषां निःश्रेयसप्राप्तिरिति । यद्वा तत्त्वज्ञानान्मिथ्याज्ञानापायस्तदपायाद् दोषापायस्तदपायात्प्रवृत्त्यपायस्तदंपायात् जन्मापायस्तदपायादेकविंशतिप्रभेददुः खोच्छेदलक्षणो मोक्षःस्यादित्यर्थः ।
ननु नितरां श्रेयो निःश्रेयसमिति व्युत्पत्त्या निःश्रेयसं सुखं तस्याधिगमो ज्ञानं प्राप्ति र्वा तत्त्वज्ञानादनुपपन्नेत्यत आह- अस्यार्थ इति । तत्त्वं ज्ञायतेऽनेनेति व्युत्पत्त्या तत्त्वज्ञानं शास्त्रम् ।
તથા તત્ત્વને જાણે તે તત્ત્વજ્ઞપુરૂષો. તેઓને મોક્ષની પ્રાપ્તિ થાય છે અથવા તત્ત્વજ્ઞાનથી મિત્થાજ્ઞાન દૂર હટે અને તે દૂર થવાથી દોષો ભાગી જાય છે. તેથી પ્રવૃત્તિથી નિવૃત્તિ થાય છે. તેથી કરીને જન્મનો અભાવ થાય છે. તેના લીધે એકવીસ પ્રકારનાં દુઃખોનો ઉચ્છેદ થવા સ્વરૂપ મોક્ષ થાય છે.
શંકાકાર :- ઉપરોક્ત ગ્રંથ પ્રમાણે તો દુઃખધ્વંસ સ્વરૂપ જે મોક્ષ છે, તેની પ્રાપ્તિ પરંપરાએ તત્ત્વજ્ઞાનથી થાય છે, એટલે સદા માટે કલ્યાણકારી તે નિઃશ્રેયસ, આવી વ્યુત્પત્તિથી નિઃશ્રેયસ એવું સુખ, તેની પ્રાપ્તિ/તેનું જ્ઞાન તત્ત્વજ્ઞાનથી ઉત્પન્ન થવી થવું યુક્તિયુક્ત નથી. નિતરાં સુખમાન્ય નથી, પણ દુઃખધ્વંસ ઈષ્ટ છે.
'',
૧. જેને તત્વજ્ઞાન થાય તેને જ દુઃખધ્વંસ થાય છે. અન્યને નહિ, (વેષાં તત્ત્વજ્ઞાનમુત્પન્ન त एव दुःखध्वंससंबन्धवन्तो भवन्ति, नत्वन्येषां दुःखध्वंसप्राप्तिरिति बोधयितुमधिगमोपादानमिति તર્જમાપા ટીજા.) એવું જણાવામાટે અધિગમપદ મૂક્યું છે. એટલે નૈયાયિકને મોક્ષપદથી દુઃખધ્વંસ ઈષ્ટ છે.