________________
૩૦
તર્કભાષા વાર્તિકમ્
છતાં ‘‘આ તલવારની ધાર મધથી લેપાયેલી છે.’’ અહીં મધના સ્વાદથી સુખ મળે તે ઈષ્ટ છે પણ તેમાં સુખાર્થી પ્રવૃત્તિ કરતો દેખાતો નથી, કારણ એમાં જીભના છેદનથી ઉત્પન્ન થતું અનિષ્ટ દુઃખ એના ખ્યાલમાં છે. એટલે અતિવ્યાપ્તિ આવે. તેનાં નિરાસ માટે અનિષ્ટ અનનુબંધી -એટલે જે અનિષ્ટ સાથે જોડનાર ન હોય એવી ઈષ્ટ સાધનતાનું જ્ઞાન લેવું. ઉપરોક્ત જ્ઞાનમાં તો જીભ છેદાવાથી અનિષ્ટ - દુઃખ થવાનો ભય રહેલો છે. તત્તાજ્ઞાન એટલે “આ દંડાદિ ઘટાદિના સાધન છે,’’ આવા ઉલ્લેખ પૂર્વકનું જ્ઞાન. આટલું કહેવા છતાં ‘‘આ પર્વતના શિખરે સારા સ્વાદવાળા પાણીથી છલોછલ ભરેલું તળાવ છે.’’ આવું જ્ઞાન થતા પાણીનો અર્થી તેમાં પ્રવૃત્તિ તો કરે છે, જ્યારે પર્વત ચડતાં અનિષ્ટ એવો થાક લાગે છે. એટલે આ જ્ઞાન અનિષ્ટ અનુબંધિ થવાથી પ્રવર્તક ન બનવું જોઈએ, છતાં પ્રવર્તક બને .તો છે માટે અવ્યાપ્તિ થઈ. તે અવ્યાપ્તિના નિરસન માટે બલવદ્ પદ અનિષ્ટના વિશેષણ તરીકે ગ્રહણ કરવામાં આવ્યું છે. શ્રમ વિ. ભારે અનિષ્ટ ન હોવાથી આ જ્ઞાન બલવદનિષ્ટાનનુબંધીષ્ટસાધનતાના વિષય રૂપે થયું, તેથી કરીને આ જ્ઞાન પ્રવર્તક બનવા છતાં અવ્યાપ્તિ નથી. ‘“સાગરમણિ સુખનું સાર્ધન છે.’’ આ જ્ઞાનમાં અતિવ્યાપ્તિ થશે; કારણ કે આ જ્ઞાન બલવદનટાનનુબંધીષ્ટસાધનતારૂપે છે, છતાં પ્રવર્તક બનતું નથી. તેના નિરાસ માટે ‘આ વસ્તુ-કાર્ય પ્રયત્નથી સાધ્ય છે,’’ એવા વિષયવાળું ઉપરોક્ત વિશેષણ યુક્ત જ્ઞાન પ્રવર્તક બને.
एवमपि स्वकृत्यसाध्यपरकृतिसाध्यगोचरतादृशज्ञानस्यापि प्रवर्तकत्वापत्तिरतः स्वपदमध्याहार्यमेवमपि बलवदनिष्टाननुबन्धि यदिष्टं परेषां नात्मनः स्वात्ममरणादिः तस्य साधनं विषभक्षणादि स्वकृतिसाध्यं च तत्तागोचरज्ञानस्यापि प्रवर्तकत्वापत्तिरतोऽत्रापि स्वपदमध्याहार्यं तथा च "स्वकृतिसाध्यत्वगोचरबलवदनिष्टाननुबन्धि स्वेष्टसाधनतागोचरज्ञानं प्रवर्तकमिति" सम्पन्नમિતિ ।
આવું જ્ઞાન પણ પોતાના પ્રયત્નથી સાધ્ય ન હોય પણ બીજાના પ્રયત્નથી સાધ્ય હોય આવા વિષયવાળું હોય, છતાં પ્રવર્તક થવાની આપત્તિ આવે માટે સ્વપદનો અધ્યાહાર કરવો. ચાલો ભાઈ ! એ જ્ઞાન સ્વકૃતિ સાધ્યનો વિષય હોય પણ એ
-