________________
૩૭
તર્કભાષા વાર્તિકમ્
‘“પટો ન’’ લઈને અસંભવ
અસમાનાધિકરણ ન મળ્યું.
ઘટત્વનો આશ્રય તો ઘટ છે.
=
=
આવે; છતાં ઘટમાં રહેલ પટ પ્રતિયોગિક ભેદ થશે. કારણ કેં તેજ ઘટમાં ઘટત્વ રહેલું હોવાથી તેના નિવારણ માટે સ્વાશ્રય પદ મૂક્યું. સ્વ સ્વાશ્રય (ઘટ) પ્રતિયોગિક ભેદ લેવાનો હોવાથી ઘટ પ્રતિયોગિકભેદ = ‘‘ઘટો ન” આભેદ પટ વિ.માં મળશે ત્યાં ઘટત્વ રહેતું ન હોવાથી ઘટત્વ તાદશ ભેદઅસમાનાધિકરણ બની જશે. હવે અસંભવની ગંધ પણ રહેતી નથી. પદકૃત્યનો વિસ્તાર બીજા ગ્રંથોથી જાણી લેવો.
अथ प्रवर्तकज्ञानलक्षणमाह कृतिसाध्यत्वगोचरबलवदनिष्टाननुबन्धीष्टसाधनतागोचरज्ञानं प्रवर्तकम् । अस्य पदकृत्यांनि । ज्ञानं प्रवर्तकमित्युक्ते घटार्थिनिऽत्र प्रमेयत्वमिति ज्ञानेऽतिव्याप्तिः, कथं ? तत्र प्रवर्तकत्वाभावात् तन्निरासाय साधनेतिपदं, तावत्युक्ते तृषितजलार्थिनः पदार्थत्वप्रकारकजलज्ञानेऽतिव्याप्तिस्तन्निरासाय भाववाचकताप्रत्ययोपादानं, तथा च जलत्वेन तृड्उपशामकत्वेन जलज्ञानं प्रवर्तकं, अतोऽतिव्याप्तिर्निरस्ता, तावत्युक्ते सुखार्थिनो दुःखसाधनाहिकण्टकज्ञानेऽतिव्याप्तिस्तन्निरासाय इष्टेति पदं ।
હવે. પ્રવર્તક જ્ઞાનનું લક્ષણ કહે છે...
આ પ્રયત્ન સાધ્ય છે, ભારે અનિષ્ટનં કારણ નથી તેમજ ઈષ્ટસાધનતાવિષયવાળું (ઈષ્ટ વસ્તુ મેળવવા માટેનું સાધન છે.) આવું જ્ઞાન પ્રવર્તક છે. આનું પદકૃત્ય કરે છે..
જ્ઞાન પ્રવર્તક છે, એટલું જ કહીએ તો ધટ મેળવવાની ઝંખનાવાળાને ‘‘અહીં પ્રમેયત્વ છે,’’ એવું જ્ઞાન થયું પણ તેનાથી પ્રવૃત્તિ થતી નથી, માટે એવા જ્ઞાનમાં અતિવ્યાપ્તિ આવશે, તેના નિરાસ માટે સાધનપદ છે; પ્રમેયત્વ એ ઘટ વિ.નું સાધન ન હોવાથી અતિવ્યાપ્તિ નથી. પદાર્થત્વ પ્રકારવાળું જલજ્ઞાન - ‘આ પાણી એક પદાર્થ છે.’’ આવું જ્ઞાન, પાણી એ તરસ વિ. છિપાવાનું સાધન છે માટે સાધનશાન છે, પણ માત્ર તેના માટે (પાણીનું) પદાર્થ તરીકે જ જ્ઞાન થયેલ હોવાથી તરસ્યો માણસ જે જળનો અર્થી છે તેનું પ્રવર્તક ન હોવા છતાં તેમાં લક્ષણ જવાથી અતિવ્યાપ્તિ આવે. તેનાં નિરાસ માટે ભાવવાચક તo/ત્વ પ્રત્યે મૂક્વામાં આવ્યો છે. એટલે કે ‘“જે પદાર્થસાધન હોય તેનો ભાવ