________________
તર્કભાષા વાર્તિકમ્ સંયુક્ત પૃથ્વી છે, તેમાં સમવાય સંબંધથી ગંધ રહેલ છે. ગંધ પણ એક જાતનો ધર્મ છે. એમ પૂર્વકાલાવચ્છેદન - (પૂર્વકાલને આશ્રયી) ઘટમાં કાળો વર્ણ રહેલ છે. તે રકતકાલાવચ્છેદન (જે કાળે લાલ ઘડો બની ગયો છે તે કાલને આશ્રયી) કાળું રૂપ તત્ત્વ બની જશે. આ બન્ને આપત્તિના નિરાસ માટે જે સંબંધને આગળ કરી, જે અવચ્છેદથી - જે કાળને આશ્રયી છે જેનો ધર્મ હોય, તે સંબંધને આગળ કરી, તે અવચ્છેદથી- તે કાળને આશ્રયી તે તેનું તત્ત્વ કહેવાય. એવો બોધ કરાવવા
ધર્મવવં તત્ત્વ' એમ કહ્યું. આટલું કેહવા છતાં ઘટમાં રહેલું પ્રમેયત્વવત્ત પણ ઘટનું તત્ત્વ બની જશે. માટે અસમાનાધિકરણ પદ મૂક્યું. પ્રમેયત્વવત્વ ભૂતલમાં છે અને ત્યાં ઘટ પણ છે એટલે પ્રમેયત્વવત્ સમાનાધિકરણ ધર્મ બની ગયો.
तावत्युक्ते जलेन सहासमानाधिकरणं यत्पृथिवीत्वं तत्त्वं तद्वत्त्वस्यापि घटतत्त्वता भवेदतोऽभावेति, घटप्रतियोगिकात्यन्ताभावमादायासम्भवः स्वस्मिन्स्वावृत्तेरिति न्यायात्, घटवर्तिघटप्रतियोगिकात्यन्ताभावेन सह घटत्वस्यासामानधिकरण्याभावात् । अतोऽन्योन्येति तथापि घटवर्तिघटप्रतियोगिकान्योन्याभावमादायासम्भवस्तेन स्वाश्रयेति । अस्यार्थः - स्वं घटत्वं तस्याश्रयो घटस्तत्प्रतियोगिकोन्योन्यभावस्तेनासमानाधिकरणो धर्मो धटत्वं तद्वत्त्वं तत्त्वમિત્ર વિસ્તારો પ્રસ્થાન્તરવિ : -
આટલું કહેવા છતાં પાણી તો ઘડા વગેરેમાં રહે છે પરંતુ પૃથ્વીમાં રહેતુ નથી, જ્યારે પૃથ્વીત્વ માત્ર પૃથ્વીમાંજ રહે છે, માટે પાણી સાથે અસમાનાધિકરણ જે પૃથિવીવં તદ્ધત્વ પણ ઘટના સ્વરૂપે બની જશે, માટે અભાવ પદ મૂકયું. હવે પૃથિવીત્વ જલાભાવનાં અધિકરણ-પૃથ્વીમાં રહેતુ હોવાથી અભાવ સમાનાધિકરણ બની જાય છે, તેથી પૃથ્વીત્વ તત્વ નહિ બને. છતાં પણ ઘટ પ્રતિયોગિક જે અત્યન્તાભાવ તેને આશ્રયી અસંભવ દોષ આવશે. કારણ કે
સ્વમાં સ્વની વૃત્તિ હોતી નથી” આ ન્યાયથી ઘટમાં રહેલ જે ઘટપ્રતિયોગિક અત્યંતાભાવ તેની સાથે ઘટત્વનું અસમાનાધિકરણ નથી. કેમકે ઘટાત્યન્તાભાવ અને ઘટત બન્ને ઘટમાં રહેલ છે. એમ સ્વથી જે લેશો તેમાં સ્વનો અભાવ મળશે. ત્યાં સ્વત્વ રહેલું જ હોય છે, માટે અસંભવ દોષ આવે. એથી અન્યોન્ય પદ મૂકયું. હવે ઘટમાં ઘટો ન'' ભેદ મળતો ન હોવાથી પૂર્વોક્ત વાંધો નહિ