________________
૩૫
તર્કભાષા વાર્તિકમ્ कालीनदुःखध्वंसभिन्नदुःखध्वंसलक्षणो मोक्षः" साध्यत इत्यत्र तात्पर्यम् । ___ तत्र तत्त्वलक्षणमाह - स्वाश्रयप्रतियोगिकान्योन्याभावासमानाधिकरणधर्मवत्त्वं तत्त्वम् । अस्य पदकृत्यानि - धर्मः तत्त्वमित्युच्यमाने संयुक्तसमवायेन जले विद्यमानो गन्धः समवायेन तत्त्वं स्यात्, पूर्वकालावच्छेदेन घटे विद्यमानं श्यामरूपं रक्तकालावच्छेदेन तत्त्वं स्यात्, तदुभयवारणार्थं यत्सम्बन्धपुरस्कारेण यदवच्छेदेन यो यस्य धर्मस्तत्सम्बन्धपुरस्कारेण तदवच्छेदेन स तस्य तत्त्वमिति बोधनार्थं धर्मवत्त्वं तत्त्वं तावत्युक्ते घटवर्तिप्रमेयत्ववत्त्वस्यापि घटतत्त्वताप्रसंगः। अत उक्तमसमानाधिकरणेति । ..
એટલે લક્ષ્ય મુકતાત્મામાં રહેલ દુઃખધ્વંસ, તેનું સમાનાધિકરણ જે દુઃખ તેનો સમાનેકાલીન જે દુઃખધ્વંસ છે; તે સંસારી અવસ્થામાં હોય છે અને મુક્તાત્મામાં રહેલો દુઃખધ્વંસ જ તેનાથી ભિન્ન હોય છે. તે તો મુતાત્માઓને જ હોય એટલે સંપૂર્ણ શુદ્ધ લક્ષણ આ પ્રમાણે થયું.
લક્ષ્ય દુઃખધ્વસનું અધિકરણ જ જેનું અધિકરણ છે, એવું તે દુઃખ તેને સમાનકાલીન એવા દુઃખધ્વસથી ભિન્ન દુઃખધ્વસ તે જ મોક્ષ. આવા લક્ષણવાળો મોક્ષ (તત્વજ્ઞાનથી) સધાય છે. સાધવાનો છે. એ અહીં તાત્પર્ય છે. - હવે તત્ત્વનું લક્ષણ કહે છે - પોતાનો આશ્રય જેનો પ્રતિયોગી હોય એવો જે ભેદ તેના અધિકરાણમાં ન રહેનારો જે ધર્મ, તે ધર્મવાળુ જે હોય તે તત્વ. - દા.ત. સ્વ = ધટત્વ ધર્મ તેનો આશ્રય ઘટ અને ઘટ પ્રતિયોગિક ભેદ ‘ઘટો ન’ તેનું અધિકરણ તો પટાદિ બને, તેમાં ઘટવ રહેતુ નથી, માટે તાદશ ભેદનું ઘટત્વ અસમાનાધિકરણ થયું, એવો ઘટવ ધર્મ તવાન ઘટતેને ભાવમાં ત્વ પ્રત્યય લગાડવાથી ઘટત્વ એ તત્વ થયું.
- આનું પદકૃત્ય - ધર્મ તે તત્ત્વ આટલું જ કહીએ તો સંયુક્ત સમવાયથી પાણીમાં ગંધ રહેલી છે. તે સમવાય સંબંધથી તત્વ બની જશે, કારણ કે પાણીથી
૧. અહીં લક્ષ્ય પદ વધારાનું લાગે છે કારણ કે મુક્ત આત્મામાં રહેલ દુઃખ ધ્વસનું અધિકરણ મુક્તાત્મા જ બને, તે મુક્તાત્મા તો દુઃખનું અધિકરણ જ બની શકતો નથી એટલે લક્ષણ અહીં જ ભંગ/દૂષિત થઈ જાય છે. માત્ર સામાન્ય દુઃખધ્વસનું સમાનાધિકરણ દુઃખ તેના સમાનકાલીન દુઃખધ્વસ સંસારીઓમાં છે.