________________
તર્કભાષા વાર્તિકમ્
(૩૪ लीनस्यैव मुक्तानां दुःखध्वंसस्य विद्यमानत्वमित्यसम्भवस्तन्निरासाय दुःखविशेषणत्वेन समानाधिकरणेति पदं ।
તત્વ જેનાથી જણાય તે તત્ત્વજ્ઞાન એટલે કે શાસ્ત્ર અને તત્ત્વજ્ઞાનથી મોક્ષ થાય છે. અહીં આ બન્ને વચ્ચે વ્યાપારિવ્યાપાર ભાવ છે. તત- શાસ્ત્ર તેનાથી જન્ય તત્ત્વજ્ઞાન છે. તેમજ શાસ્ત્રજન્ય જે મોક્ષ તેનું જનક પણ છે માટે તત્ત્વજ્ઞાન વ્યાપારરૂપે બન્યું અને શાસ્ત્ર વ્યાપારવાળું થયું.
મોક્ષનું સ્વરૂપ ત્યાં મોક્ષ એટલે -
સમાનાધિકરણ - એક જ આત્મામાં રહેલ જે દુઃખ તેનું સમકાલીન જે દુઃખધ્વંસ છે. તેનાથી જુદી કોટીનો દુઃખનો નાશ તે મોક્ષ. પદકૃત્ય કરે છે - ધ્વસ તે મોક્ષ આટલું જ કહીએ તો ઘટપ્લૅસમાં અતિવ્યાપ્તિ આવે, તેના નિરાસ માટે દુઃખધ્વસ એમ કહ્યું; છતાં આપણામાં રહેલ દુઃખધ્વંસમાં અતિવ્યાપ્તિ આવે, કારણ કે - આપણામાં ભૂતકાલનો દુઃખધ્વસ રહેલો છે, પણ હજી સંસારસાગરના આવર્તમાં જ અટવાઈને રહેલા છીએ, તેના નિરાસ માટે જે દુઃખધ્વંસ દુઃખસમાનકાલીન ન હોય તેવો દુખધ્વંસ અહીં લેવાનો છે. જ્યારે આપણામાં ભૂતકાલનો દુઃખધ્વંસ છે ખરો પણ તે વખતે દુઃખ પણ રહેલું છે.
જ્યારે મોક્ષમાં તો કોઈ પણ જાતનું દુઃખ હોતુ જ નથી. છતાં વ્યધિકરણ દુઃખને આશ્રયી અસંભવ દોષનો ધબ્બો લક્ષણ ઉપર લાગી જાય એમ છે. કારણ કે અત્યારે મુકતાત્માઓમાં દુઃખધ્વસ રહેલો છે. તે વખતે જ આપણને દુઃખ રહેલું છે, જેથી કરીને દરેક જાતનાં દુઃખધ્વંસ દુઃખના સમાનકાલીન થતાં તેનાથી ભિન્ન દુઃખધ્વંસ ન મળવાથી આ લક્ષણ કયાંય ઘટી ન શકે, એથી અસંભવ દોષ આવે તેના નિરાસ માટે દુઃખના વિશેષણ તરીકે સમાનાધિકરણ પદ મૂછ્યું, ... अस्यार्थः- लक्ष्यो लक्षणयोग्यो मुक्तात्मगतो दुःखध्वंसस्तेन समानाधिकरणं यत् दुःखं तेन समानकालीनो यो दुःखध्वंसः संसार्यवस्थायां; स मुक्तात्मगत एव, तस्माद् भिन्नो यो दुःखध्वंसः स तु मुक्तानामेवेति । तथा चैतत् सम्पन्नं “लक्ष्यदुःखध्वंसाधिकरणदुःखसमानाधिकरणकदुःखसमान