________________
તર્કભાષા વાર્તિકમ્ દાર્શનિક કે બીજી બધી ચર્ચાઓનો આધાર સિદ્ધાન્ત છે, જ્ઞાનરૂપે હોવા છતાં તર્ક-વિચારણામાં સિદ્ધાંત સ્વતંત્ર રીતે ઉપયોગી હોવાથી બહુવચન મૂક્યું છે. ઘણા અવયવો ભેગા થઈ એક અર્થનું પ્રતિપાદન કરે. પ્રતિજ્ઞા, હેતુ, ઉદાહરણ ઉપનય નિગમ આ પાંચે અવયવ ભેગા થવાથી અર્થનો નિર્ણય થાય છે, પણ દરેકે દરેક ભિન્ન પણ છે એટલે તેમાં અવાન્તર અર્થનો ભેદ સૂચવવા બહુવચન મૂક્યું છે.
તર્ક માત્ર એક સત્ય શોધમાં ઉપયોગી હોવાથી એકવચન મૂક્યું છે; તેમ નિર્ણય પણ નિચોડરૂપે અવિચલિત સત્યજ્ઞાન કરાવવું એ જ માત્ર પ્રયોજન હોવાથી એકવચન મૂકેલ છે.
૩૩
વાદ જલ્પ અને વિતંડા -એ... ત્રણ ચર્ચાના સ્વતંત્ર પ્રકાર છે. તથા હેત્વભાસ વિ. પણ એક બીજાની અપેક્ષા રાખ્યા વિના પોતાનું કાર્ય સિદ્ધ કરતા હોવાથી બહુવચન મૂક્યું છે. માટે નિર્દેશમાં યથાવચન વિગ્રહ કરવો જોઈએ એ ભાષ્ય છે. તેથી નિર્દેશમાં જે વચન ભેદ કરવાનું પ્રયોજન છે, તે અહીં પણ સમજી લેવું, એટલે જ નિર્દેશ આવા ભિન્ન ભિન્ન વચનમાં વિગ્રહ કરીને કરવામાં આવે છે. ત્રિસૂત્રીતત્ત્વ બોધ વગેરે ગ્રંથોમાં આવો પ્રયોજનની વાતો પ્રસિદ્ધ છે, એટલે આ મનકલ્પિત શિલ્પ ખડું કરવામાં નથી આવ્યું.
तत्त्वज्ञानादिति तत्त्वं ज्ञायतेऽननेति तत्त्वज्ञानं शास्त्रं तस्मादित्यर्थः, तथा च शास्त्रतत्त्वज्ञानाभ्यां व्यापारिव्यापारभावापन्नाभ्यां समानाधिकरणदुःखसमानक़ालीनभिन्नदुःखध्वंसलक्षणो मोक्षः । ध्वंसो मोक्ष इत्युक्ते धटध्वंसेऽतिव्याप्तिः, तन्निरासाय दुःखेति । तथाप्यस्मदाद्यधिकरणदुःखध्वंसेऽतिव्यातिः । कथं ? अस्मदादीनामप्यतीतकालीनदुःखध्वंसस्य विद्यमानत्वात् तन्निरासाय दुःखसमानकालीनभिनेति, अत्र भिनेति पदं दुःखध्वंसविशेषणतयोपात्तं, कथं ? दुःखेन सह समानकालीनो यो दुःखध्वंसः तस्माद्भिन्नो व्यतिरिक्तो यो दुःखध्वंस इत्यर्थः ; अस्मदादिषु प्रत्युत्पन्नदुःखसमानकालीनातीतदुःखध्वंसस्यैव विद्यमानत्वात्ततो न भिन्नत्वं दुःखस्येति नातिव्याप्तिः तावत्युक्ते व्यधिकरणदुःखमादायासम्भवः, कथं ? अस्मदादिदुःखसमानका