________________
તર્કભાષા વાર્તિકમ્
હોવા છતાં સમુદાયના અંત સુધી રહેવાવાળું = આખા સમુદાયમાં રહેલું પ્રમેયત્વ અહીં વિવક્ષિત છે એટલે કે સર્વપ્રમેયનું જ્ઞાન ભેગું થાય ત્યારે તે (જ્ઞાન) મોક્ષનો હેતુ બને અને સોળ પદાર્થમાં પ્રમેયનું પ્રાધાન્ય જણાવવા માટે એકવચનમાં ઉલ્લેખ કરેલ છે એટલે જેમ દરેકનું પ્રાધાન્ય બતાવવા બહુવચન મુકાય છે; તેમ પ્રેમય પદાર્થમાં માત્ર એક આત્મા જ મોખરે છે; એમ જણાવવા એકવચન મૂકેલ છે. ભિન્ન ભિન્ન પદાર્થને આશ્રયી સંશયના ઘણા ભેદ પડી શકે છે, એટલે અર્થ નિર્દેશનો આશ્રય લઈને બહુવચન મૂકેલ છે, કારણ કે સંશય પોતે નિરપેક્ષ રૂપે/સ્વતંત્ર રીતે ન્યાયપ્રવૃત્તિમાં ખાસ ઉપયોગી છે. એટલે જ્યાં સંશય પેદા થાય છે. તેનાં -સંશયના લીધે તે પદાર્થનો નિશ્ચય કરવા વ્યાપ્તિ વગેરેનું જ્ઞાન કરવાની તમન્ના ઊભી થાય છે.
प्रयोजने विशेषलक्षणानुसारेण द्विवचनं, दृष्टांन्तेऽपि विशेषलक्षणानुसन्धाने च द्विवचनं तयोरुदाहरणे परस्परनैरपेक्ष्यात् । अन्वयव्यतिरेकिणस्तस्यैतयोरेकत्र प्रयोग अनुचितत्वात् तस्यैकत्र प्रयोजनाभावादन्यथाधिकानिग्रहापत्तेः, सिद्वान्तेऽपि स्वप्रयोजने नैरपेक्ष्यमेवेति बहुवचनं, अवयवानां सम्भूयैकार्थप्रतिपादकत्वेऽवान्तरार्थभेदसूचनाय बहुवचनं, तर्कनिर्णययोरेकैकप्रयोजनत्वात् एकवचनम् । वादजल्पवितण्डानां तथैव, हेत्वाभासादिषु स्वव्यापारे परस्परनैरपेक्ष्याद् बहुवचनम् । अत एव 'निर्देशे यथावचनं विग्रहः' इति भाष्यं तस्यार्थो यदेव निर्देशे वचनभेदोपादानप्रयोजनं तदेवात्रापीति दृष्टव्यमित्यादि त्रिसूत्रीतत्त्वबोधादौ सुप्रसि
૩૨
ન્
પ્રત્યેક પ્રવૃત્તિમાં મુખ્ય પ્રયોજન સુખ પ્રાપ્તિ તથા દુઃખાભાવ છે. એમ ભેદ પાડીએ તો મુખ્ય રીતે બે પ્રકારનું પ્રયોજન છે. તેના અનુસારે પ્રયોજનને દ્વિવચનમાં મૂક્યું છે. એમ દૃષ્ટાન્ત પણ અન્વયવ્યાપ્તિનું પોષક સાધર્મ દૃષ્ટાન્ત અને વ્યતિરેક વ્યાપ્તિનું પોષક તે વૈધર્મ દૃષ્ટાન્ત એમ દૃષ્ટાન્ત બે પ્રકારનાં છે. તે બન્ને પરસ્પર એક બીજાની અપેક્ષા નથી રાખતા અન્વયવ્યતિરેકીમાંથી એક ઠેકાણે બન્ને પ્રકારનાં દૃષ્ટાન્તનો પ્રયોગ કરવો ઉચિત નથી, તેમજ એક ઠેકાણે તેનું -અન્વયવ્યતિરેકનું પ્રયોજન નથી છતાં જો બે પ્રકારના દાખલા ત્યાં મૂકીએ તો અધિકનિગ્રહરૂપ દોષ આપત્તિ આવે.