________________
૨૯
તર્કભાષા વાર્તિકમ્ साक्षाक्रियान्वयित्वाभावादप्राधान्यं स्यान्न्यायशास्त्रे च युक्तीनां प्राधान्यमेव मृग्यते । तथा चाविमृष्टविधेयांशदोषः; संक्षिप्ता चासौ युक्त्यन्विततर्कभाषा चेति विग्रहे तु पूर्वापरविरोधोऽपि स्यात् । कथं ? चत्वार्येव प्रमाणानि युक्तिलेशोक्तिपूर्वकं केशवो बालबोधाय यथाशास्त्रमवर्णयत् ॥१॥ इत्यत्र सङ्केपो युक्तीनां प्रोचे । अत्र च तर्कभाषाया इति पूर्वापर विरोधः ।।
શંકાકાર :- આ બાળજીવ પ્રાચીનકાલનાં, અતિવિસ્તૃત, ગહન અને ગંભીર પ્રકરણને યોગ્ય નથી. તો અહીં પણ વિસ્તાર તો ઘણો છે, તો તેમાં આવા બાળજીવનો પ્રવેશ કેવી રીતે થશે ?
સમાધાનઃ ડરીશ મા! આ ન્યાયશાસ્ત્ર સંક્ષિપ્ત યુક્તિવાળું છે. સંક્ષિપ્તયુક્તિથી સમજી શકાય તે રીતે આમાં નિરૂપણ કરવામાં આવ્યું છે. એટલે સંક્ષિપ્તયુક્તિ(થી) એ ક્રિયા વિશેષણ છે અને જેનો ક્રિયા સાથે અન્વય હોય તે પ્રધાન કહેવાય.” આ ન્યાય હોવાથી સંક્ષિમ યુક્તિ જે રીતે પ્રધાનરૂપે બને તે રીતે, હે અન્વિત! સુબુદ્ધિ - હે વિદ્વાન્ ! મારાવડે તર્કભાષા પ્રકાશિત કરાઈ રહી છે. એમ શ્લોકનો અર્થ કરવો.
શંકાકાર - સંક્ષિપ્ત યુક્તિથી અન્વિત એવી આ તર્કભાષા - આવો કર્મધારય સમાસ કરીએ તો શું વાંધો ?
સમાધાન :- યુક્તિઓ તર્કભાષાના વિશેષણ તરીકે હોવાથી તેઓનો સાક્ષાત્ ક્રિયા સાથે અન્વય સંભવતો નથી, તેથી તે અપ્રધાન બની જાય, જ્યારે ન્યાયશાસ્ત્રમાં યુક્તિઓની પ્રધાનતા દર્શાવવાની હોય છે. કારણ કે યુક્તિ ઉપર જ ન્યાયશાસ્ત્ર નભે છે. વળી “અવિકૃષ્ટ વિધેયાંશ દોષ લાગે. વિમૃe = વિચારાયેલું છે વિધેય અંશ (પ્રતિપાઘ-અંશ) જેનો એવા તર્ક-નાયગ્રન્થો હોવા ઈષ્ટ છે. યુકિતનું પ્રતિપાદન ન્યાયશાસ્ત્રમાં હોય છે પણ તેવા ગ્રંથમાં 'યક્તિની પ્રધાનતા જળવાઈ રહેવી જોઈએ.” આ એક વિદ્વાન પુરૂષોથી વિચારેલી વાત છે, પણ યુક્તિનો ક્રિયામાં અન્વય ન થતાં અપ્રધાન બની જાય, તેથી (પછી) તર્કભાષાપ્રકાશન કિયામાં યુક્તિની પ્રધાનતા ન રહેવાથી ગ્રન્થનો વિધેય અંશયુક્તિનું પ્રદિપાદન અવિકૃષ્ટ બની જાય. આ જ અહીં અવિમૃણ વિધેયાંશ દોષ