________________
તર્કભાષા વાર્તિકમ્
૨૮
તે લિંગ, તેનું બોધક વાક્ય ન્યાય, અહીં તો આંખથી (સાધ્ય) ધુમાડો દેખાતો જ નથી, માટે અતિવ્યાપ્તિ નથી આવતી.
ધૂમવત્ત્વ વિષયત્વ કહ્યું છે, છતાં “પ્રકૃતિજન્યબોધે પ્રકારીભૂતો ભાવ પ્રત્યયાર્થઃ’’ ધૂમવત્ પ્રકૃતિથી ભાવમાં ત્વ પ્રત્યય લગાડતાં પ્રકૃતિનું જે વિશેષણ હોય તેનો બોધ થાય છે. (ધૂમવત્ માં ધૂમ વિશેષણ છે) આ ન્યાયથી અહીં ધુમાડો દેખાતો નથી, એમ કહ્યુ છે, આટલું કહેવા છતાં ‘‘શબ્દ અનિત્ય છેં. મિત્ય ધર્મ વિનાનો હોવાથી’’ આ સત્પ્રતિપક્ષિત અનુમાનમાં અતિવ્યાપ્તિ આવશે. કારણ કે ‘‘જેમ નિત્યધર્મ વગરનો હોવાથી'' આ હેતુ દ્વારા અનિત્ય સિદ્ધ કરો છો. તેમ ‘અનિત્ય ધર્મ વગરનો હોવાથી'' આ હેતુ દ્વારા શબ્દને નિત્ય પણ સિદ્ધ કરી શકાય છે. તેને દૂર કરવા અસત્પ્રતિપક્ષત્યં કહ્યું, એટલે કે સાધ્યથી વિપરીત સિદ્ધ કરે તેવો અન્ય હેતુ પ્રતિપક્ષ કહેવાય, એવો પ્રતિપક્ષ જે હેતુમાં અસત્ ન હોય તે અસત્પ્રતિપક્ષ. જ્યારે અહીં તો પ્રતિપક્ષ હેતુની હયાતી છે. માટે આ વાક્ય ન્યાયરૂપે ન ગણી શકાય. આનો નિચોડ એ આવ્યો કે (૧) પક્ષધર્મતા (૨) સપક્ષમાં હયાતી (૩) વિપક્ષથી વ્યાવૃત્તિ (૪) બાધનો અવિષય (૫) અસત્પ્રતિપક્ષતા આ પાંચ રૂપથી યુક્ત જે લિંગ હોય, તેનું બોધકવાક્ય ન્યાય કહેવાય. ન્યાય જેમાં - નયમાં પ્રધાન-મુખ્યરૂપે હોય તે ન્યાયનય અથવા વિવક્ષિત અર્થ જેના દ્વારા પ્રાપ્ત કરાય-જણાય તે ન્યાય. યુક્તિસ્વરૂપ ન્યાય છે, તત્પ્રધાનનયશાસ્ત્ર તે ન્યાયનય. તેમાં પ્રવેશ કરવા ઈચ્છે છે.
શંકાકાર :- અરે ભાઈ ! તત્ત્વચિન્તામણિ વિ. ઘણાએ ન્યાયપ્રધાન ગ્રંથો છે, તેમાં બાળક પ્રવેશ કરવા કેમ ઈચ્છતો નથી ?
સમાધાન :- તે બાળક આળસુ હોવાથી, થોડું સાંભળીને અને થોડું ભણી ન્યાયનું જ્ઞાન મેળવવા ઈચ્છે છે માટે.
नन्वस्यचिरन्तना-तिवितत -गन-गम्भीरप्रकरणानर्हस्यात्रापि विस्तरत्वात् યં પ્રવેશો માત્રીત્વત સાહ- ‘સંક્ષિપ્ત-વૃત્તિ કૃતિ' હૈ અન્વિત-સુયુદ્ધે ! संक्षिप्तयुक्ति यथा स्यात् तथेति । तथा चास्य क्रियाविशेषणत्वेन क्रियान्वयि प्रधानमिति न्यायात्प्राधान्यमेव । ननु संक्षिप्तयुक्त्यन्विता चासौ तर्कभाषा चेति विग्रहे को दोष ? इति चेत्, उच्यते । युक्तीनां तर्कभाषाविशेषणत्वेन