________________
તર્કભાષા વાર્તિકમ प्रवेशं, केत्याह न्यायनये पक्षधर्मत्वादिसमस्तरूपोपेतलिङ्गबोधकवाक्यं न्यायो, वाक्यं न्याय इत्युक्त मूकवाक्येऽतिव्याप्तिस्तन्निरासाय को कति, तावत्युक्ते घटमानयेत्यादिवाक्येऽतिव्याप्तिस्तन्निरासाय 'लिङ्गेति' । लिङ्गबोधकवाक्यं न्याय इत्युक्ते
__तप्तायोगोलको वह्निमान् धूमादि" त्यादि लिङ्गबोधकंवाक्येऽतिव्याप्तिरतः पक्षधर्मत्वोपेतेति पदमुपादीयते तदातिव्याप्तिर्ध्वंसिता, यतः तप्तायोगोलके पक्षधर्मत्वं धूमवत्त्वं नास्ति, तावत्युक्ते “पर्वतोऽयं धूमवान् वढे' यथा. सपक्षो महानसं विपक्षस्तप्तायोगोलक इत्यादावतिव्याप्तिः, कथं ? तत्र वह्निर्हेतुर्वर्तते (इति) व्यावृत्ति मृग्यतेऽतो विपक्षाद् व्यावृत्तिरितिपदं, तावत्युक्ते तप्तायोगोलको धूमवान् वह्वेर्यथा महानसमित्यादावतिव्याप्तिस्तन्निरासायाबाधितविषयत्वमिति तप्तायोगोलके धूमवत्त्वं विषयत्वं साध्यं प्रत्यक्षेण बाधितम् ।
ન્યાયની વિચારણા આવો બાલક ઈચ્છે છે. અહીં વાચ્છતિ માં વાચ્છુ ધાતુ સકર્મક હોવાથી શું ઈચ્છે છે ? એવી શંકા સ્વાભાવિક થાય, એનું સમાધાન એ છે કે - તે પ્રવેશ ઈચ્છે છે... શેમાં ? તો કહે ન્યાયનયમાં, પક્ષધર્મતા વિગેરે સર્વ રૂપથી યુકત એવા લિંગનું બોધ કરાવનાર વાક્યને ન્યાય કહેવાય.
વાક્ય તે ન્યાય, એટલું કહીએ તો મૂકવાકયમાં અતિવ્યાપ્તિ થાય, તેનાં નિરાસ માટે બોધક પદ મૂક્યું. મૂકવાક્ય કોઈને બોધ કરાવવા સમર્થ નથી માટે તેમાં અતિવ્યાપ્તિ નહિ આવે. ‘‘ઘડો લાવ” વિગેરે વાક્યો બોધ તો કરાવતાં હોવાથી અતિવ્યાપ્તિ આવે, તેનાં નિરાસ માટે ‘લિક પદ મૂક્યું છે. આટલું લક્ષણ કરતાં “આગથી ધમધમતો લોઢાનો ગોળો અગ્નિવાળો છે, ધૂમાડો દેખાતો હોવાથી.” આ વાક્ય ધૂમરૂપીલિંગનો બોધ તો કરાવે છે, પણ હકીકતમાં આ ન્યાયરૂપ ન હોવાથી આમાં અતિવ્યાપ્તિ આવે, તેના નિરાસ માટે ‘પક્ષધર્મોપેત પદ ગ્રહણ કરવામાં આવ્યું છે.
અયોગોલકરૂપી પક્ષમાં ધૂમલિંગની હયાતી ન હોવાથી લિંગ પક્ષધર્મતાયુક્ત ન બન્યું. આટલું લક્ષણ કરવા છતાં “પર્વત વહ્નિવાળો છે, ધૂમ હોવાથી”