________________
૨૫ . તર્કભાષા વાર્તિકમ્ - જેણે વ્યાકરણનો અભ્યાસ કરી લીધો હોય પણ હજી ન્યાયશાસ્ત્ર ભણ્યો ન હોય અને સાથો સાથ નવા શાસ્ત્રને ભણવાની જેમાં ઝંખના રહી હોય તેને અહીં બાલક તરીકે લેવાનો. આવો બાલક તો ન્યાય ભણવા માટે પૂરેપૂરો અધિકારી છે. માટે વિરોધ આવતો નથી. આ લક્ષણનું પદકૃત્ય કરે છે.
ઈચ્છા કરનારો તે બાલ આટલું જ લક્ષણ કહીએ તો ધાવતું બાળક પણ આવી જાય પણ એમ કરતા, અતિવ્યાપ્તિ થાય. તેના વારણ માટે પ્રવેશ(વાંછક) પદ મૂક્યું. ગતિનો અભાવ હોવાથી નાના ધાવતા છોકરામાં આવતી અતિવ્યાપ્તિ નામનો અજગર આ લક્ષણનો કોળિયો કરી શકતો નથી. પણ નગરાદિમાં પ્રવેશને ઝંખતા વટેમાર્ગમાં આ લક્ષણ જતાં પાછી અતિવ્યાતિરૂપી નાગણ કુંફાડા મારવા લાગે છે. તેને શાન્ત કરવા માટે “શાસ્ત્રપદ” રૂપી વાંસળી/ ગારૂડિકમંત્ર સમર્થ છે. *
तावत्युक्ते अधीतन्यायशास्त्रशास्त्रान्तरप्रवेशवाञ्छकपुरुषेऽतिव्याप्तिस्तन्निरासायानधीतन्यायशास्त्रेति, तावत्युक्ते अनधीतव्याकरणेऽतिव्याप्तिस्तन्निरासायाधीत व्याकरणेति तावत्युक्ते लक्षणं सम्पन्नम् । ..
સ, રૂદ્ વા પૃત્યને તુ સ્તનંધ: |
અજગર અને નાગણના સકંજામાંથી છટકીને જતાં, જેણે ન્યાયશાસ્ત્ર ભણી લીધાં છે અને જે અન્ય શાસ્ત્ર ભણવાની ઈચ્છા વાળો હોય તેમાં લક્ષણ જવાથી અતિવ્યાતિરૂપી ચિત્તાની તરાપથી બચવું મુશ્કેલ બની જાય છે. તેને દૂર ભગાડવાં અનધીતન્યાયશાસ્ત્ર’ આ પદથી બાણવૃષ્ટિની જરૂર પડે. આમ કરવાથી ચિત્તો તો ભાગી ગયો, પણ જે વ્યાકરણ જ ભણ્યો નથી અને સીધો ન્યાય ભણવા પાટી પેન લઈને બેસી જાય તેમાં લક્ષણ જવાથી અતિવ્યાપ્તિ પુનઃ ગજે ગર્જના કરવા લાગી. તેની બોલતી બંધ કરવા અધીત વ્યાકરણરૂપી સિંહનાદ બસ છે. આ પ્રમાણે આ સેનાનો સથવારો લઈ આ લક્ષણરાજા એકછત્રી રાજ્ય સ્થાપિત કરે છે. એટલે કે બધી દોષ જંજાલથી મુક્ત બની જાય છે. માટે અહીં બાલ શબ્દથી વ્યાકરણ ભણ્યો હોય અને ન્યાયશાસ્ત્ર ન ભણ્યો હોય તેવા બાળકને લેવો પણ ધાવણો નહીં.
एतल्लक्षणो यो बालस्सन् वाञ्छति , वाञ्छतेस्सकर्मत्वात् किं वाञ्छति ?