________________
૨૪
તર્કભાષા વાર્તિકમ દોષ ઉભો થાય તેવી વાતની રજુઆત કરવી તે ૨ નામનો તર્ક કહેવાય.
૪. વ્યાઘાત ... પોતાની વાતથી પોતે કરેલી વાતનો બાધ થવો તે. પ્રતિવાદીએ કરેલી વાતનો તેના દ્વારા કહેવાયેલી પૂર્વ વાતથી બાધ થતો જણાવવો. પ્રતિવાદી કહે શબ્દને નિત્ય જાણવો. ત્યારે કહેવું પડે તમેજ તો પહેલાં શબ્દ કૃતક કહ્યો હતો. માટે તમારી પોતાની વાત સાથે બાધ આવે. - વ્યાધાત થાય છે. આવી રીતે વાતની રજુઆત કરવી તે વ્યાઘાત તર્ક. કહેવાય.
૫. આત્માશ્રય જ્ઞાનસાપેક્ષજ્ઞાનવિષયત્વમ્ માત્માશ્રય: . - વસ્તુના પોતાનાં જ્ઞાન માટે અપેક્ષણીય જે જ્ઞાન હોય તેનો વિષય ખુદ પોતે બને. જેમ ગોનું લક્ષણ “ોમિનીવૃત્તિત્વે સતિ ગોમાત્રવૃત્તિનાતિમવં” કરીએ તો ગાયના જ્ઞાન માટે અપેક્ષિત આ જો મિની જ્ઞાનાન્તર છે અને તે જ જ્ઞાનનો ગો વિષય બને છે. આ લક્ષણમાં આત્માશ્રય દોષ આવે. આવી રીતે પ્રતિવાદીની રજુઆત કરાતી વાતમાં આત્માશ્રય દોષ ઉભો થાય, તેનું કથન કરવું તે આત્માશ્રય તર્ક કહેવાય.
સમાધાન :- અહીં તર્ક શબ્દ ઉપલક્ષણ તરીકે લેવાનો છે. એટલે ઉપલક્ષિત (તે પ્રસિદ્ધિ - સિદ્ધ પામતા) એવા સોળ પદાર્થો, તેઓનું લક્ષણના આધારે સ્વરૂપ કહેવાનું છે. તે જ તર્કભાષા, ભાષા એટલે સ્વરૂપનું કહેવું.
પ્રયોજન વગર તો મૂર્ખ માણસ પણ પ્રવૃત્તિમાં પગલાં માંડતો નથી. અહીં પ્રયોજન શું છે? એવી શંકા ઉઠાવીને કહે છે કે કૃત – પ્રયોજન માટે કૃધાતુના વિનંત રૂપની ચોથી વિભક્તિ છે અને અવ્યય છે. કોના માટે તેના ઉત્તરમાં તસ્ય પદ છે. “તેનું એટલે કોનું ?” એવી (તેની) અપેક્ષા રહેલી છે. વળી તુ તો નિત્ય સંબંધ હોવાથી તત્ શબ્દ રૂપે શું લેવાનું તે દર્શાવે છે. બાલોડપિ.
અહીં “અપિ” શબ્દથી વિરોધાભાસાલક્કારનો પ્રતિભાસ થાય છે. બાલક એટલે અજ્ઞાની છે અને છતાં પણ ન્યાયશાસ્ત્ર ભાગવા બેસાડવો તે વાત પરસ્પર વિરોધિ લાગે છે. અજ્ઞાનની હોય એ સીધો ન્યાય શાસ્ત્ર ભણવા બેસે એમાં સહાનવસ્થાન વિરોધ રહેલો છે. લંગડો હોવા છતાં પહાડ ઉપર ચડવું તેની જેમ વિરોધી વાત લાગે છે. તે તેનો આ કહેવાતા બાલકના લક્ષણથી નિરાશ થઈ જાય છે, તે આ પ્રમાણે