________________
૨૩
તર્કભાષા વાર્તિકમ્ ञ्छको, बाल इत्यत्र वाञ्छको । बाल इत्युक्ते स्तनन्धयादावतिव्याप्तिस्तन्निरासाय प्रवेशेति तावत्युक्ते नगरादिप्रवेशार्थिपथिकादावतिव्याप्तिस्तन्निरासाय शास्त्रेति । આ પ્રગટ કરાય છે, પણ ‘આ’ ‘T’ ઉપર થી શું લેવું ? અહીં આવી અપેક્ષા જાગતાં, ગ્રંથકાર અપેક્ષા શાન્ત કરવા નામપૂર્વક ઉલ્લેખ કરે છે કે આ તર્કભાષા. પ્રગટ કરાય છે.
શંકાકાર :- અહીં તર્ક શબ્દનો વાચ્યાર્થ સીધે સીધો - શબ્દ પ્રમાણે અર્થ લઈએ તો પ્રતિબંદિ, અનવસ્થા, ચક્રક, વ્યાઘાત અને આત્માશ્રયરૂપ પાંચ તર્કોનું જ આ ગ્રંથમાં પ્રતિપાદન થઈ શકશે. પણ જે પદાર્થ તર્કરૂપે નથી તેનું પ્રતિપાદન થઈ શકશે નહીં.
તર્કના પ્રકાર
૧. પ્રતિબંદિ - વાદી પ્રતિવાદીના સમાન દોષ હોય અને તેનો પરિહાર પણ સમાન જ હોય. જેમ દિગમ્બર આહાર નિહારમાં જુગુપ્સા માની અતિશય વિશેષથી આંહાર વિના શરીર સ્થિતિ માને. ત્યારે શ્વેતામ્બર કહે છે કે આહાર નીહાર માનીને અતિશય વિશેષથી જુગુપ્સાનો પરિહાર કરી શકાય છે. આ વાતની રજુઆત તે પ્રતિબુંદી તર્ક કહેવાય.
૨. અનવસ્થા - અંત ના આવે એવી અપ્રમાણિક કલ્પના ઉભી થાય તે. જેમ સામાન્યમાં જાતિ માનશો તો પુનઃ તે જાતિમાં પણ જાતિ માનવી પડશે. પરમાણુને અનિત્ય માનનાર પ્રતિવાદીને સામે દલીલ કરવી કે તો તમારે તેનાં અવયવ માનવા પડશે. આ અવયવ ધારા ચાલતી જ રહેશે. આવી દલીલ તે તર્ક.
અનવસ્થા
૩. ચક્રક - સ્વજ્ઞાનસાપેક્ષજ્ઞાનસાપેક્ષજ્ઞાનવિષયત્વે ચમ્ વસ્તુના પોતાનાં જ્ઞાન માટે અપેક્ષણીય જે જ્ઞાન છે તે જ્ઞાનને અપેક્ષિત જ્ઞાન માટે અપેક્ષણીયજ્ઞાનનો પોતે જ વિષય બને તે. જેમ ગાયનું લક્ષણ ગોત્ય કરીએ એ ગોત્વ એટલે સાસ્ના રહિત પદાર્થમાં નહિ રહે નારી અને સાસ્નાયુક્ત સમસ્ત પદાર્થમાં રહેનારી જાતિ અને સાસ્ના એટલે ગાયના ગલાની ગોદડી. અહીં ગો જ્ઞાન માટે ગોત્વનું જ્ઞાન અને ગોત્વના જ્ઞાન માટે સાસ્ના જ્ઞાન અને તેના માટે ફરી ગો જ્ઞાન ની જ અપેક્ષા રહેતી હોવાથી ચક્રક દોષ આવે. બસ પ્રતિવાદીનાપક્ષ - વાતમાં આ