________________
૨
૧
તકભાષા વાર્તિકમ્ साधकतमं करणमिति वचनात् । एतेषां त्रयाणां मध्ये किं करणं ? नमस्कारः करणं, तस्यैव साधकतमत्वात्, इत्यर्थः । इति मङ्गलवादः ।
શંકાકાર :- સમામિ શું ચીજ છે? શું તે દ્રવ્ય છે ? ગુણ છે ? કે કર્મ છે?
સમાધાન :- કાર્યની સિદ્ધિ, કાર્યની પૂર્ણાહુતિ તે સમાપ્તિ કહેવાય અને કાર્ય દ્રવ્યરૂપે, ગુણરૂપે અને કર્મરૂપે એમ ત્રણ પ્રકારે છે.
- તેમાં ઘડો, વસ્ત્ર વિ. દ્રવ્ય છે. તેની સિદ્ધિ તે દ્રવ્ય કાર્ય સમાપ્તિ. જ્ઞાન, ઈચ્છા, પ્રયત્ન, શબ્દ વિ. ગુણો છે, તેની સિદ્ધિ તે ગુણકાર્ય સમાપ્તિ. નમન, ગમન નિ કર્મ છે, તેની સિદ્ધિ તે કર્મકાર્ય સમાપ્તિ કહેવાય. . . શાસ્ત્રની સમાપ્તિ એટલે શબ્દ સંદર્ભ(સુયુક્ત શબ્દ જત્થો) ની પૂર્ણતા. એથી સમાપ્તિ એ ગુણ પદાર્થ છે, તે સમાપ્તિ પોતાનાં આશ્રયથી ભિન્ન નથી માટે પોતાના આશ્રયનાં જે સમવાય કારણ, અસમવાયિકારણ અને નિમિત્ત કારણો હોય તે જ સમાપ્તિનાં પણ કારણો કહેવાય છે. માટે શાસ્ત્રસમાપ્તિનું સમવાયિકારણ આકાશ, અસમવાયિકારણ આકાશમનસંયોગ વિગેરે અને નિમિત્તકારણ નમસ્કાર વિ. જાણવા. શાસ્ત્ર સમામિનો આશ્રય શબ્દ છે. કોઈ પૂછે વંદિતું ક્યારે પૂરું થાય? જવાબમાં વંદામિજિણે ચઉવીસ,” આ શબ્દ આવે ત્યારે, એમ ગ્રંથના ચરમશબ્દ/વર્ગમાં સમાપ્તિની પ્રતીતિ થતી હોવાથી. માટે આકાશ સમયાયિકારણ, “ હવે મારે આ શબ્દ સાથે ગ્રંથપૂર્ણ કરવો છે” એવી વિચારણામાં મન પરિણત બને ત્યારે જ ગ્રંથ પૂર્ણાહુતિનો છેલ્લો વર્ણસમૂહ બોલાય છે લખાય છે અને તેવું મન શરીરાવચ્છિન્ન આકાશ સાથે જોડાયેલ છે, - એટલે કે આકાશમનનો સંયોગ થયેલ છે, તે સંયોગ ગગનમાં સમવાય સંબંધથી રહે છે, માટે આ સંયોગને અસમાયિકારણ કહેવાય..
શંકા - સાધક્તએ કરણ” એવું વચન હોવાથી આ ત્રણ કારણોમાં કરણ
સમાધાન :- કિયાનું જે ઉત્કૃષ્ટ કારણ હોય તે કરણ કહેવાય; માટે અહીં નમસ્કાર એ સમામિનું ઉત્કૃષ્ટ કારણ હોવાથી કારણ બને છે.
ઈતિ એ પ્રમાણે મંગલ સંબંધી વાત પૂર્ણ થઈ.