________________
તર્કભાષા વાર્તિકમ્
૨૦ મન સંયોગ છે. (કારણ કે હું આ શબ્દ બોલું એવી વિચારણામાં પરિણતમન શરીરાવચ્છિન્ન આકાશ સાથે જોડાય છે ત્યારે મનના આદેશથી તાલ વગેરેમાં શબ્દ પેદા કરવાનો પ્રયત્ન ઉભો થાય છે. આવી વિચારણા ન જાગે ત્યાં સુધી કશુ બોલાતું નથી. અથવા ' શબ્દ આકાશમાં સમવાય સંબંધથી રહે છે અને આકાશમન સંયોગ પણ આકાશમાં સમવાયસંબંધથી રહે છે માટે આ સંયોગને શસંદર્ભનું અસમવાયિકારણ મનાય છે. (વિદ્વાનો વિશેષ વિચારણા કરી શકે છે.) તાલુ અને હોઠનો સંયોગ વિ. નિમિત્ત કારણ છે. માનસિક મંગલનું સમવાધિકારણ આત્મા, અસમાયિકારણ આત્મ મનનો સંયોગ છે. સમવાધિકારણ આત્મામાં આ સંયોગ સમવાય સંબંધથી રહે છે અને ધ્યાનનું કારણ છે માટે નિમિત્ત કારણ કાલ દિશા વગેરે. અથવા
કાયિક મંગલનું સમવાયિ કારણ શરીર છે કારણ કે કિયા (વંદનાદિ) શરીરમાં સમવાય સંબંધ રહે છે. અસમાયિકારણ શરીરગગનનો સંયોગ, (અવયવોનું હલન ચલન થતાં આકાશ સાથે સંયોગ થાય જ છે. ત્યારે જ વંદનાદિ સંભવે.) અને આ સંયોગ શરીરમાં સમવાય સંબંધથી રહે છે.'
નિમિત્ત કારણ કાલાદિ...કોઈ પણ કાર્ય પણ કાર્ય અમુક કાલમાં જ થાય છે. માટે તે કાલાદિપણ કારણ બને છે. ' ,
ननु समाप्तिः कः पदार्थो द्रव्यं वा गुणो कर्म वा ? अत्र ब्रूमः, समाप्तिः कार्यसिद्धिः कार्यसमाप्तिरिति यावत् ।
कार्यं च त्रिधा द्रव्यरूपं गुणरूपं कर्मरूपं च । तत्र द्रव्याणां घटपटादीनां सिद्धिद्रव्यकार्यसमाप्तिः ॥१॥ गुणानां ज्ञानेच्छाप्रयत्नशब्दादीनां सिद्धिः गुणकार्यसमाप्तिः ॥२॥ कर्मणां नमनगमनादीनां सिद्धिः कर्मकार्यसमाप्तिः ॥३॥ शास्त्रसमाप्तिस्तु शब्दसन्दर्भसमाप्तिरिति गुणपदार्थः । समाप्तिस्तु स्वाश्रयाद्भिन्ना नास्तीति स्वाश्रयस्य समवायिकारणाऽसमवायिकरणनिमित्तकारणानि तान्येवसमाप्तेरपीतिकृत्वा शास्त्रसमाप्तेः समवायिकारणं गगनं ।।१।। असमवायिकारणं गगनमनस्संयोगादि ॥२॥ निमित्तकारणं नमस्कारादि ॥३॥