________________
તકભાષા વાર્તિકમ मङ्गलफलत्वमिति ।
अथ मङ्गललक्षणमाह - प्रत्यूहान्यत्वे सति प्रारिप्सितप्रतिबन्धकनिवृत्यसाधारणकारणत्वं मङ्गलत्वमिति । ननु मङ्गलं कः पदार्थो द्रव्यो वा गुणो વા ર્ક્સ વા |
શંકાકાર :- "વિશેષણ જાણ્યા વિના વિશેષમાં બુદ્ધિ જાગતી નથી” આ ન્યાયના અનુસાર વિનાભાવ જ મંગલનું ફળ છે ને ? એટલે વિશેષણ રૂપ વિનાભાવનું જ પ્રથમ જ્ઞાન થાય છે. માટે તેને જ મંગલનું ફળ માનવું યોગ્ય છે.
સમાધાન :- આ વાત બરાબર નથી, કારણ કે અભાવનું જ્ઞાન કરવા માટે પ્રથમ તેનાં પ્રતિયોગીનું સ્મરણ જરૂરી છે. જ્યારે ભાવ પદાર્થમાં સીધું ઈન્દ્રિય સંપર્કથી જ્ઞાન થતું હોવાથી અભાવ પદાર્થ કરતા ભાવ પદાર્થની. ઉપસ્થિતિ જલ્દી થાય, માટે તેમાં લાઘવ છે એટલે સમામિ ભાવરૂપે છે, એથી મંગલના કાર્યને વિનાભાવરૂપ માનવા કરતાં સમામિરૂપે માનવામાં(લાઘવ) આવે છે. કહ્યું છે કે – જેમાં પ્રક્રિયાનું લાઘવ હોય તે પક્ષ અમને સારો લાગે છે, પણ જેમાં પ્રકિયા ગૌરવ હોય તો તે પક્ષ સ્વીકારવા અમારું મન માનતું નથી.' એટલે સમાપ્તિનો કમ પદ સાથે સાક્ષાત્ સંબંધ હોવાથી લાઘવનાં કારણે
સમાપ્તિ મંગલનું ફળ છે” એવું ભાન થઈ જાય છે. તેવું જ્ઞાન થતાં વિનાભાવને પ્રતિબંધકાભાવ તરીકે કારણ માનીએ તો અથવા/વિધ્ધાભાવમંગલ જન્ય છે અને મંગલજન્ય સમાપ્તિનો જનક છે. માટે અવાજોર વ્યાપારરૂપે બનવાથી અન્યથાસિદ્ધિ પણ થતી નથી.
(એટલે વિદ્ધાભાવ મંગલનું કાર્ય ન ગણાય)
અને “નાગૃહીત...... બુદ્ધિ” આ ન્યાયને સમાપ્તિ ફળ તરીકે માનીએ તેમાં પણ સરખી રીતે લાગુ પડે છે. (એટલે કે સમાપ્તિનું જેણે જ્ઞાન ન હોય અથવા
તમારું આ કાર્ય પૂર્ણ નહિ થાય.” એમ જોષી મહારાજ કહી દે તો તે કાર્યસમાપ્તિની કામના જાગતી નથી. એટલે કામના ના વિશેષણ તરીકે સમાપ્તિ છે.) માટે સમાપ્તિને જ મંગળનું ફળ માનવું.
હવે મંગલનું લક્ષણ કહે છે. વિદ્ધથી ભિન્ન હોય અને આરંભ કરાયેલ કાર્યના પ્રતિબંધકને દુર કરવાનું અસાધારણ કારણ હોય તે મંગલ.