________________
૧૫
તર્કભાષા વાર્તિકમ્ ઈશ્વરની ઈષ્ટ સાધનતા તેવા લૌકિક પ્રમાણથી બોધિત બનતી નથી. પરંતુ તેવી ઈષ્ટ સાધનતાની વેલડીને ફેલાવા વેદવૃક્ષનો/અલૌકિક પ્રમાણનો આશ્રય લેવા પડે છે. “પૃથ્વી વગેરે કાર્ય છે'', તેવું વેદ વાકય સાંભળી તેના આધારે પૃથ્વી વગેરેના કર્તા તરીકે ઈશ્વરનું અનુમાન થાય છે. એટલે કે ઈશ્વર નિઃશ્રેયસરૂપ ઈષ્ટની પ્રાપ્તિ કરવા માટે મુખ્ય હેતું છે. એવું જ્ઞાન વેદના આધારે થાય છે. કારણ કે બાહ્ય આંખ વગેરેથી તો તેવું જ્ઞાન જ થતું નથી. આ રીતે લૌકિક્વનું લક્ષણ બન્યું તેનો અભાવ તે અલૌકિકત્વ. ટૂંકમાં આ લોકસંબંધી = લોકમાં નજર આવતા પ્રમાણનો જે વિષય ન હોય તે અલૌકિક.
ભોજન તો નજરે દેખાય છે, તેથી તેમાં (શિષ્ટ ભોજનમાં) વ્યભિચાર આવતો નથી. વિષયપદ અસિદ્ધતાના વારણ માટે હોવાથી નકામું નથી, કારણ કે 'જ્ઞાન, ઈચ્છા પ્રયત્ન આ ત્રણે વિષયવાળા અને ક્રમશઃ ઉત્પન્ન થનારા હોય છે' આવી ઉક્તિ હોવાથી સંધ્યાવંદનાદિ શિષ્ટાચાર ઉઘમનો વિષ્ય બને છે. જો વિધ્યપદ ન મૂકીએ તો આચાર = ઉદ્યમ એકલો સંભવી શકતો નથી, તેથી હેતુ જ અસિદ્ધ બની જાય. જેમ કે - આકાશ પુષ્પ હેતુ.
‘શિષ્ટપુરૂષના આચારનો વિષય', “અલૌકિક અનિંદ્ય એવો શિષ્ટાચારનો વિષય” આ પ્રમાણે ષષ્ઠી તપુરૂષ સમાસ અને કર્મધારય સમાસ કરવાથી હેતુ
બને છે. તે જ વિગ્રહાનુસાર હેતુનો અર્થ કરવાનો છે. '. જે મંગલની કર્તવ્યતા વેદથી બોધિત હોય એવો બહુવતિ સમાસ કરતાં
“તશ્લેષાદ્વિભાષા” પાણિની સૂત્રથી ‘શેષા વા ૯-૩-૧૭૫” હેમ સૂત્રથી છે કે સમાસાન્ત (પ્રત્યય) લાગતાં ઉદબોધિતકર્તવ્યતાક” સાધ્યનું સ્વરૂપ થયું.
વિદનરૂપી અટવીમાં અટવાયા વગર સમાપ્તિ મેળવવાની ઝંખનાવાળાએ "મંગલ આદરવું.' આ આચારથી અનુમાન કરાયેલ વેદબોધિત કર્તવ્યતાનું ભાન થાય છે, આ સાધ્યાર્થ થયો. આ રીતે મંગલમાં પ્રમાણ દર્શાવવામાં આવ્યું. ___ अथ तत्फलमाह,... ननु मणिकारमते मङ्गलस्य विघ्नध्वंसं प्रति कारणत्वं विघ्नध्वंसस्य समाप्तिं प्रति कारणत्वमिति । शिरोमणिमते मङ्गलस्य विघ्नध्वंसं प्रति कारणत्वं विघ्नध्वंसस्यादृष्टं प्रति कारणत्वमदृष्टस्य समाप्तिं प्रति कारणत्वमिति; माधवसरस्वतीमते मङ्गलस्य विघ्नध्वंसं प्रति कारणत्वं विघ्नध्वंसः