________________
૧૩
તર્કભાષા વાર્તિકમ્ હોય છે. જો અહીં શાસ્રને અવિરૂદ્ધ આટલું જ કહીએ તો વાત્સાયનકૃત શાસ્ત્રમાં કહેલા અર્થમાં અતિવ્યાપ્તિ આવે, કારણ કે ભોગ, ભોગાસનાદિ તેમનાં શાસ્ત્રને અવિરૂદ્ધ છે. પણ ધર્મશાસ્ત્રને વિરૂદ્ધ છે. તેના નિરસન માટે ધર્મ પદ પણ મૂક્યું છે. એમ કહેવા છતાં શિષ્ટ ભોજનમાં વ્યભિચાર આવે કેમ કે શિષ્ટનું ભોજન અનિંદ્ય છે. પણ કંઈ વેદમાં એમ દર્શાવ્યું નથી કે શિષ્ટ પુરૂષોએ ભોજન કરવું જોઈએ. તેથી હેતુ છે પણ સાધ્ય નથી, માટે વ્યભિચાર આવ્યો. તેના વારણ માટે અલૌકિક પદ મૂક્યું છે.
अलौकिकत्वं नाम किं ? शब्दतदुपजीविप्रमाणातिरिक्तप्रमाणबोधितेष्टसाधनताकत्वं लौकिकत्वम् । अस्यार्थः शब्दो वेदस्तदुपजीवीति तदुद्देशेनोदुभावितानि वैदिकान्यनुमानप्रमाणानि तेभ्योऽतिरिक्तानि लौकिकप्रत्यक्षानुमानागमप्रमाणानि, तैर्बोधिता ज्ञापितां इष्टसाधनता यस्य तत्तथा, इष्टं क्षुधोपशमनादिकं तस्य साधनं भोजनादिकं तस्य भाव इष्टसाधनतेत्यर्थः । अस्य पदकृत्यानि । साधनता लौकिकत्वमित्युक्ते अनिष्टसाधनेऽहिकण्टकादावतिव्याप्तिः, कथं ? तत्र लोकानां प्रवृत्तेरभावात् तन्निरासाय इष्टेति । तावत्युक्ते दर्शाद्याचारेऽतिष्याप्तिदर्शाद्याचार इष्टसाधनं परमलौकिकमिति तन्निरासायातिरिक्तप्रमाणबोधितेति तावत्युक्ते ईश्वरेऽतिव्याप्तिः । कथं ? लौकिक प्रमाणबोधितेष्टसाधनताकत्वं लौकिकवमीश्वरस्त्वलौकिक इति ।
-
અલૌકિકનું સ્વરૂપ
અલૌકિક એટલે શું ? તેને સમજવા પહેલા લૌકિકની ઓલખાણ આપે છે - શબ્દઉપજીવીપ્રમાણથી અતિરિક્ત પ્રમાણ દ્વારા જેની ઈષ્ટસાધનતા જણાતી હોય તે લૌકિક,
આનો અર્થ આમ છે કે -
શબ્દ એટલે વેદ અને તેના ઉદ્દેશથી ઉદ્ભવેલાં જે વૈદિક અનુમાન પ્રમાણો તેનાથી અતિરિક્તજે લૌકિક પ્રત્યક્ષ અનુમાન અને આગમ પ્રમાણો તેના દ્વારા જેની ઈષ્ટ સાધનતા જણાવવામાં આવી હોય તે લૌકિક (ઈષ્ટસાધનતા).
તથા ભૂખ શાન્ત કરવી વગેરે ઈષ્ટ છે અને તેનું સાધન છે ભોજન કરવું