________________
તકભાષા વાર્તિકમ્ व्यभिचारः स्यात्, कथमिति चेत् शृणु, बौद्धचैत्यवन्दनं बौद्धाचारविषयोऽस्ति, न तु वेदबोधितकर्तव्यताकमतो हेतुरस्ति साध्यं नास्तीति व्यभिचारस्तद्वारणाय शिष्टेति पदमुपादीयते ।
શંકા :- આ તર્ક કયો છે ?
સમાધાન - તે તર્ક દશાવે છે. “આ સમાપ્તિ મંગલ સમવહિત કારણથી (મંગલરૂપ કારણે પાસે રહેલું હોય અને તેનાથી) ઉત્પન્ન ન થાય તો પછી તેની ઉત્પત્તિ જ ન થાય પણ ઉત્પન્ન થયેલી તો દેખાય છે. તેથી સમાપ્તિ “ મંગલ સમવહિત કારણથી જન્યા છે. '' અભાવમુખથી આરોપનું ઉત્થાન અને ભાવમુખથી વસ્તુ સત્તાનો નિશ્ચય જેમાં હોય એવા વિપર્યય પર્યવસાનાંત તર્કથી (“જો મંગલ ન હોય તો સમાપ્તિ પણ ન થાય') (સમાપ્તિની ઉત્પત્તિનો) . અભાવ દર્શાવી વ્યવસ્થા કરવી તે જેની અંતે હોય એવો તર્ક અહીં લેવાનો છે.
આવી રીતે તર્કથી જન્માક્તરીય મંગલનું જ્ઞાન થઈ જતું હોવાથી નાસ્તિકે આચરેલ કર્મમાં શ્રુતિથી કાર્યકારણ ભાવનો ગ્રહ-બોધ થઈ જાય છે. માટે અહીં અન્યોન્યાશ્રય દોષ લાગતો નથી આ શ્રુતિ (આગમ) જ મંગલમાં પ્રમાણ છે.
શંકાકાર :- શું આ શ્રુતિ પ્રત્યક્ષનો વિષય છે કે અનુમિતિનો ? તેમાં પ્રથમ પક્ષ યુક્ત નથી. કારણ કે વેદમાં આવા સ્પષ્ટ શબ્દોનો ઉલ્લેખ નથી કે સમાપ્તિ મંગલથી પ્રાપ્ત થાય છે અને બીજો પક્ષ પણ યુક્ત નથી. કેમ કે અનુમિતિ કરવા માટેનું કોઈ લિંગ જોવામાં આવતું નથી. '
સમાધાન :- આવું નથી, કારણ કે આચાર નામના લિંગથી અનુમાન કરી શકાય છે. આ રહ્યું તે અનુમાન.... “મંગલ, વેદથી જણાયેલી કર્તવ્યતાવાળું છે. અલૌકિક, અનિંદ્ય તેમજ શિષ્ટપુરૂષોએ આચરેલ હોવાથી જેમ (આમાવસ્યાના દિવસે કરાયેલા યજ્ઞ વિશેષ) વગેરે આચાર.
પદકુત્ય- વળી હેતુ તરીકે “આચાર વિષયવાતું’ એટલું જ કહીએ તો બૌદ્ધને આચારભૂત ચૈત્યવંદન વિ. માં વ્યભિચાર આવે. કારણ કે બૌદ્ધ ચૈત્યવંદન બૌદ્ધાચારનો વિષે તો છે પણ વેદબોધિત કર્તવ્યતાવાળું નથી. એથી કરીને હેતુ તો રહ્યો પણ સાધ્ય ન રહેવાથી વ્યભિચાર આવે છે. તેના વારણે માટે શિષ્ટપદનું ઉપાદાન કરવામાં આવેલ છે.
ननु भो ! शिष्टत्वं नाम किं ? वेदत्वोपाधिना स्वारंसिकवेदप्रामाण्या