________________
તર્કભાષા વાર્તિકમ્
૨૦૦. " કહ્યું છે કે – પ્રયોગ કરાયેલ સ્થાપના હેતુમાં દોષ આપવાની અશક્તિવાળો ઉત્તર આપવો તેને જાતિ કહે છે. -
પરંતુ બીજાઓ તો પોતાનો વ્યાઘાત કરનારો જવાબ આપવો તે જાતિ, એમ કહે છે, જેમ કૃતત્વ અનિત્યથી વ્યાપ્ત છે, તેમ સાચવથી વ્યાપ્ત નથી પરંતુ ઘટાદિમાં ક્યાંક સાવયવ સાથે કૃતકત્વ હોય છે. પક્ષમાં (શબ્દમાં) તેના વશથી અવિદ્યમાન સાવયવત્વનું આપાદાન કરવું તે ઉત્કસમાં જાતિ
જેમકે - કૃતકત્વ હેતુના કારણે જો શબ્દ ઘટની જેમ અનિત્ય હોઈ શકે છે/હોય છે, તો ઘટની જેમ અશ્રાવણ પણ હોવો જોઈએ. . .
निग्रहस्थानानीति गोवर्द्धन्यां वादपदार्थोक्तान्यपिनिग्रहस्थानान्यत्रावसरप्राप्तत्वाद्विस्तरेणाह । अत्र केचिदिति तत्त्वनिर्णयमात्रोदेशप्रवृत्त कथात्वमितिमात्रपदान्त वन वादलक्षणमाहुस्तन्न, मात्रपदव्यवच्छेदाभावात्, न हि क्वचिद्विजिगीषा बुभुत्सा चेति द्वयं सम्भवीति येन तद्व्यवच्छेदः स्यात् । वादकथायों सभ्यो नापि मध्यस्थस्तत्कर्त्तव्यं च वीतरागाभ्यां ताभ्यामेव कर्तव्यं । कथकगुणदोषविवेचनादिहितकृत्यं तच्च तत्त्वबुभुत्सायां ताभ्यामेव कर्तव्यं, अन्यथा तत्त्वबोधानिर्वाहात् । अनुविधेयोऽपि राजादि लाभादिसम्पादनव्यापारकः । सोऽपि वादकथकयोरनपेक्षित इति सोपि न वादे, मध्यस्थस्तु बुद्धिपूर्वको न कर्तव्यः । यदि दैवादायाति तदा न वारणीयोऽपि, तत्संवादेन स्थिरतत्त्वनिर्णयसम्भवात् ।
ગોવર્ધનીમાં વાદપદાર્થમાં નિગ્રહસ્થાનો કહેલા છે, છતાં પણ અહીં અવસર પ્રાપ્ત હોવાથી વિસ્તારથી કહે છે. અહિં કેટલાક માત્ર તત્ત્વ નિર્ણયના ઉદ્દેશથી પ્રવૃત્ત થયેલી કથા તે વાદ, એમ કહે છે.
માત્ર પદના અન્તર્ભાવથી વાદ લક્ષણ કહ્યું તે બરાબર નથી. કારણ કે માત્ર પદથી અહીં કોઈનો વ્યવચ્છેદ સંભવતો નથી. કોઈ પણ ઠેકાણે જીતવાની ઈચ્છા અને જાણવાની ઈચ્છા બન્ને સાથે સંભવતી નથી કે જેના લીધે તેનો વ્યવચ્છેદ કરાય.
વાદ કથામાં સભ્ય નથી હોતા, મધ્યસ્થ પણ નથી હોતો. તેનું કર્તવ્ય તે બન્નેને જાતે જ રાગ દ્વેષ વગરન બનીને કરવાનું હોય છે.