________________
૨૮૭
તર્કભાષા વાર્તિકમ્ गोलक्षणस्य पशुत्वस्य । गोत्वे हि सास्नादिमत्त्वम् प्रयोजकं न तु पशुत्वम् । तथा अव्याप्तिर्भागासिद्धत्वम् । यथा गोलक्षणस्य शाबलेयत्वस्य । एवमसम्भवोऽपि स्वरूपासिद्धिः । यथा गोलक्षणस्यैकशफत्वस्येति ।
જાય
કેવળવ્યતિરેકી હેતુ (એવા) લક્ષણના જે અવ્યાપ્તિ, અતિવ્યાપ્તિ અને અસંભવ એવા દોષો છે, તે પણ અહીં (હેત્વાભાસોમાં જ) સમાવિષ્ટ થઈ છે. પરંતુ તે આ પાંચ (હેત્વાભાસોથી) અધિક નથી. જેમકે ‘અતિવ્યાપ્તિ’ એ વ્યાપ્યત્વાસિદ્ધ છે; કારણ કે તે સર્વ વિપક્ષમાંથી વ્યાવૃત્ત નથી તેમજ સોપાધિક છે. દા.ત. ગાયનું લક્ષણ પશુત્વ (કરવામાં આવે તો). કારણ કે ગાયનું હોવામાં પ્રયોજક સાસ્નાદિપણું છે, પશુત્વ નહીં, પશુત્વ વિપક્ષ ભેંસ વિ. માં રહે છે. તેવી રીતે ‘અવ્યાપ્તિ’ એ ભાગાસિદ્ધ જ છે. જેમકે ગાયનું લક્ષણ કાબરચીતરાપણું કરવામાં આવે, અહીં કાબરચીતરાપણું પક્ષના એકદેશ ધોળી વગેરે ગાયમાં ન રહેવાથી ભાગાસિદ્ધ થાય. આ જ રીતે ‘અસંભવ’ પણ સ્વરૂપાસિધ્ધ છે; જેમકે ગાયનું લક્ષણ ‘એક ખરીવાળા હોવું' તે એકશફત્વ પક્ષરૂપ ગાયમાં ન રહેવાથી સ્વરૂપાસિદ્ધ થાય.
-
प्रत्यभिज्ञेति पूर्वमनुभूय व्रतः कालान्तरेण पुनस्तस्यैवानुभवनं प्रत्यभिज्ञा । विशेषणासिद्धस्य विशेष्यासिद्धस्य च स्वरूपासिद्ध्यन्तर्भावः । इदं यदुक्तं ग्रन्थकृंतर तत्तथैव असमर्थविशेषणासिद्धस्यासमर्थविशेष्यासिद्धस्य न च स्वरूपासि`द्धेऽन्तर्भावो विशिष्टस्य गुणासमानाधिकरणाकारणकत्वादेर्गौरवेण व्याप्यत्वानवच्छेदकत्वादिति । किञ्च षड् हेत्वाभासा इति मितभाषिण्यां ॥
પૂર્વે અનુભવી કાલાન્તરે ફરી તેનો જ અનુભવ કરવો તે પ્રત્યભિજ્ઞા. વિશેષણાસિદ્ધ અને વિશેષ્યાસિદ્ધનો સ્વરૂપાસિદ્ધિમાં સમાવેશ થાય છે. આ જે ગ્રંથકારે કહ્યું તે તે પ્રમાણે જ છે. અસમર્થ વિશેષણાસિદ્ધ. અસમર્થ વિશેષ્યાસિદ્ધનો સ્વરૂપાસિદ્ધમાં અંતર્ભાવ થાય. કેમકે વિશિષ્ટ હેતુનો- ગુણત્વ વિશિષ્ટ અકારણકત્વ અને અકારણશ્ર્વવિશિષ્ટ ગુણત્વનો શબ્દરૂપી પક્ષમાં સદ્ભાવ છે.
પરંતુ આ બંનેનો વ્યાપ્યતાસિદ્ધિમાં અંતર્ભાવ થાય. કારણ કે વિશિષ્ટ એવા (ગંધસ્વરૂપી ગુણ તો ઘટમાં છે, ત્યાં અકારણત્વ નથી એટલે) ગુણના અસમાનાધિકરણ અકારણકત્વાદિનું ગૌરવ હોવાથી વ્યાપ્યત્વ અનવચ્છેદક બને