________________
તર્કભાષા વાર્તિકમ્
૨૮૨
તે ઐકાન્તિક, તેનાથી ઉલ્ટુ અઐકાંતિક.
સાધ્યની જેમ તેના અભાવને પણ જણાવનાર હોવાથી સંશયનું કારણ
બને છે.
ભાષ્યમાં કહેલું અન્ય લક્ષણ બતાવે છે.
સવ્યભિચાર - વિવિધ આડા અવળા (રસ્તા) તરફ ચાલવું તે વ્યભિચાર, તેની સાથે રહેનાર તે સવ્યભિચાર. તેના ભેદ પાડે છે. - તે બે પ્રકારે છે. असाधारणानैकान्तिकश्च स एव यः सपक्षविपक्षाभ्याम् व्यावृत्तः पक्ष एव वर्तते । यथा भूर्नित्या गन्धवत्त्वादिति । अत्र हि गन्धवत्त्वं हेतुः । स च सपक्षान्नित्याद्व्योमादेर्विपक्षाच्चानित्याज्जलादेर्व्यावृत्तः- गन्धवत्त्वस्य पृथिवीमात्रवृत्तित्वादिति ।
I
व्यभिचारस्तु लक्ष्यते । संभवत्सपक्षविपक्षस्य हेतोः सपक्षवृत्तित्वे सतिं विपक्षाद्व्यावृत्तिरेव नियमो गमकत्वात् । तस्य च साध्यविपरीतव्याप्तस्य तन्नियमाभावो व्यभिचारः । स च द्वेधा संभवति सपक्षविपक्षयोर्वृत्तौ ताभ्यां व्यावृत्तौ च ।
ननु साधारणस्यानैकान्तिकत्वं युज्यते सपक्षांविपक्षवर्त्तमानत्वात् । असाधारणस्य तु सपक्षवृत्तित्वमेव नास्ति, तत्कथं तस्येत्याह तस्येति नियमाभावश्च द्वेधा घटते उभयवृत्तेरुभयतो व्यावृत्तेश्च द्विविधस्यापि व्यभिचारित्वं घटते ।
તેમાં પ્રથમ (પ્રકારનો અનૈકાન્તિક) પક્ષ, સપક્ષ અને વિપક્ષ (ત્રણેય)માં વિદ્યમાન હોય છે. જેમ કે ‘શબ્દ નિત્ય છે, કારણ કે તે પ્રમેય છે’ (જાણી શકાય તેવો છે.) અહીં પ્રમેયત્વ હેતુ પક્ષ એવા શબ્દમાં, સપક્ષ એવા નિત્ય આકાશ વગેરેમાં અને વિપક્ષ એવા અનિત્ય ઘટ વગેરેમાં વિદ્યમાન છે; કારણ કે સર્વ કાંઈ પ્રમેય જ છે, તેથી પ્રમેયત્વ હેતુ સાધારણ અનૈકાન્તિક થયો.
તે જ હેતુ જ્યારે સપક્ષ અને વિપક્ષમાં અવિદ્યમાન (વ્યાવૃત્ત) હોઈ માત્ર પક્ષમાં જ રહે છે, ત્યારે અસાધારણ અવૈકાન્તિક (હેત્વાભાસ) થાય છે; જેમ કે ‘‘પૃથિવી નિત્ય છે. ગન્ધવાળી છે માટે.'' અહીં ખરેખર ગન્ધવત્ત્વ હેતુ છે અને તે સપક્ષ એવા નિત્ય આકાશ વગેરેમાં તથા વિપક્ષ એવા અનિત્ય જળમાં