________________
તર્કભાષા વાર્તિકમ वच्छेदको, यथा गवि गोत्वं घटे घटत्वमिति कानिचिदुपयोगिलक्षणान्युक्तानि।
___ अथ पूर्वाचार्यैत्रिविधं मङ्गलं प्रोक्तमस्ति मानसिकं वाचिकं कायिकं चेति, तथेह शास्त्रादौ नोपलभ्यत इत्याशंक्य प्रश्नयति... यथा ननु ग्रन्थारम्भेऽभि मतग्रन्थसमाप्त्यर्थं मङ्गलाचरणं कर्त्तव्यमिति शिष्टोक्तेरयमपि केशवमिश्रश्शिष्टो भवति । अतः स्वस्य शिष्टत्वसंरक्षणार्थ प्रमाणप्रयोजनबन्मङ्गलं कर्त्तव्यं तदिह न दृश्यते । प्रमाणप्रयोजनवदिति प्रमाणप्रयोजनसहितं, कोऽर्थः ? मङ्गलकरणे श्रुतिः प्रमाणं समाप्ति फलं चेत्यर्थः।
વિવક્ષિત પદાર્થનો જે ધર્મ ઓછામાં અને વધારામાં ન રહે તે ધર્મ તે પદાર્થનો અવચ્છેદક બને. અન્યૂનાનતિરિત એવા ગવાદિ પદાર્થ તેમજ રહેવાનો જેનો સ્વભાવ હોય એવો ધર્મ તે અન્યૂનાનતિરિવર્તિ ધર્મ. જેમ ગોત્વ ધર્મ દરેક ગામમાં રહે છે તેમજ ગાયથી અતિરિકતમાં નથી રહેતો માટે ગોવધર્મ ગાયનો અવચ્છેદક બને. એજ રીતે ઘટમાં રહેલું ઘટત્વ પણ દરેક ઘટમાં જ રહેતું હોવાથી ઘટનું ઘટત્વ અવચ્છેદક બને છે. એ પ્રમાણે કેટલાક ઉપયોગી લક્ષણો કહ્યાં. - હવે પૂર્વાચાયોએ માનસિક/વાચિક/કાયિક - મનથી શુભ કામના કરવી વાણીથી જિનેશ્વરની સ્તુતિ કરવી/કાયથી વંદનાદિ કરવાં.એમ ત્રણ પ્રકારનાં મંગલ કહ્યાં છે. જ્યારે અહીં શાસ્ત્રની શરૂઆતમાં તો મંગલ જોવામાં આવતું નથી. આવી શંકા ઉપાડીને પ્રશ્ન કરે છે.કે.. .
શંકા - “ઈચ્છિત ગ્રંથની સમાપ્તિ માટે ગ્રંથની આદિમાં મંગલાચરણ કરવું જોઈએ.” કારણ કે શિષ્ટ પુરૂષોનાં આવાં વચનો છે. આ કેશવમિથ પણ શિષ્ટ પુરૂષ છે. માટે પોતાનું શિષ્ટપણું રક્ષવા સારૂ પ્રમાણ અને પ્રયોજન સહિત મંગલ કરવું જોઈએ તે તો અહીં દેખાતું નથી. પ્રમાણ પ્રયોજનવદ્ આનો અર્થ શું છે ? ઉ. :- પ્રમાણ પ્રયોજનથી યુક્ત એવું મંગલ હોવું જોઈએ.
મંગલ કરવામાં શ્રુતિ પ્રમાણ છે. અને આરંભ કરેલ ગ્રંથાદિ કાર્યની પૂર્ણાહુતિ થવી તે ફળ (પ્રયોજન) છે.
अथ च श्रोतुः प्रवृत्त्यर्थ विषयप्रयोजने दर्शनीये । यदुक्तं -