________________
૨૬૪
તર્કભાષા વાર્તિકમ્
જોનારને સંશય થાય છે કે આ ઠુંઠું છે કે પુરૂષ છે ?” ૨. મીમાંસક કહે શબ્દ નિત્ય છે. નૈયાયિક બોલ્યો શબ્દ અનિત્ય છે. આ
બન્ને વચનો એક પુરૂષે સાંભળ્યા, તેનાથી અભાવ કોટિયનું સ્મરણ થયું અને તેને શબ્દની ઉત્પત્તિ કેવી રીતે થાય છે, તેની સાચી-વિશેષ માહિતી ન હોવાથી શબ્દ નિત્ય છે કે અનિત્ય.' એવો સંશય જાગે. “તાલુ,
ઓક વગેરેના પ્રયત્નથીજ શબ્દ પેદા થાય છે.” આવું વિશેષ જ્ઞાન થઈ જાય તો સંશય ટળી જાય. શબ્દત ધર્મ નૈયાયિકની અપેક્ષાએ અનિત્ય ઘટાદિ જે સજાતીય છે, તેમાં રહેતો નથી અને વિજાતીય એવા આકાશદિમાં પણ નથી રહેતો. એટલે શત્વધર્મ બંનેનો વ્યવચ્છેદક હોવાથી અસાધારણ ધર્મ છે. એટલે શબ્દત ધર્મવાળા શબ્દનો અનિત્ય કે નિત્યમાં નિશ્ચય ન કરી શકવાથી સંશય પડે છે કે “શબ્દ નિત્ય છે કે અનિત્ય ?'
અથવા પ્રતિમાને જોઈ આદ્રકુમારે જાણ્યું કે આ હાથ કે પગ કોઈ પણ અંગનું આભરણ જણાતું નથી. તેથી એને સંશય પડ્યો કે આ શાનું આભરણ છે ? પછી જાતિસ્મરણથી વિશેષ ધર્મ જાણવાથી
સંશય ટળી જાય છે. પણ આવા વિશેષ ધર્મનું જ્ઞાન ન થાય ત્યાં સુધી • સંશય રહે છે.
. (૨૨) (યોગનનિપળમ્)
येन प्रयुक्तः पुरुषः प्रवर्तते तत् प्रयोजनम् । तच्च सुखदुःखावाप्तिहानी । तदर्था हि प्रवृत्तिः सर्वस्य ।
प्रयोजनेति वातपित्तकफश्लेश्मरहितस्येतिभावः । .
જેના વડે પ્રેરણા કરાયેલ પુરુષ પ્રવૃત્તિ કરવા લાગે તે પ્રયોજન. પ્રયોજન એટલે સંસારમાં જીવની પ્રવૃત્તિનું પ્રયોજન સમજવું, અને પ્રત્યેક પ્રવૃત્તિમાં મુખ્ય પ્રયોજન સુખપ્રાપ્તિ તથા દુઃખ ત્યાગ છે. ન્યાયવૈશેષિક મતે મોક્ષ એ મુખ્યપ્રયોજન છે. સર્વસ્ય - એટલે વાત્તપિતકફશ્લેષ્મ વગરના સર્વને તેવીજ પ્રવૃત્તિ હોય છે. વાતપિત્ત વિગેરેનાં પ્રકોપવાળાને સુખ અવામિના પ્રયોજનથી પ્રવૃત્તિ કરવા જતાં પણ દુઃખ અવાપ્તિ થાય છે એટલે કે જેમ વાયુ પિત્તના પ્રકોપવાલાને ખાટુ