________________
૨૬૩
તર્કભાષા વાર્તિકમ્
તે વિરૂદ્ધ રૂપનાં અવિષયવાળો છે, તેમાં આ રૂપવાળો છે, આ ઘડામાં પીળા સિવાયનું રૂપ રહેલ છે. એટલે યત્કિંચિત્ વિરૂદ્ધ=‘‘પીળારૂપથી વિરૂદ્ધ રૂપવાળો આ ઘડો છે’’, અહીં વિરૂદ્ધ ધર્મ વિષય તો બન્યો. ઈત્યાદિ નિશ્ચયમાં અતિવ્યાપ્તિ આવે તેનાં વારણ માટે નાનાપદ મૂક્યું. અહીં એકજ ધર્મનું જ્ઞાન છે. (અથવા પટત્વ ધર્મથી વિરૂદ્ધ ઘટત્વવાન્ અયં - આ વિરૂદ્ધ ધર્મવાળું જ્ઞાન છે, પણ અનેક ધર્મવાળું નથી પણ આ નિર્ણયમાં અતિવ્યાપ્તિ આવે તેનાં વારણ માટે ‘નાના’ પદ છે.)
-
અનેક ધર્મીમાં આ પુરુષત્વવાળો છે- આ પુરુષત્વાભાવવાળો છે; ઈત્યાદિ નિશ્ચયમાં આવતી અતિવ્યાપ્તિનાં વારણ માટે ‘એક ધર્મીમાં’ એમ કહ્યું એટલે કે એક ધર્મીમાં વિરૂદ્ધ બે કોટિના અવલંબનવાળું જ્ઞાન તે સંશય.
तत्रैको विशेषादर्शने संति समानधर्मदर्शनजः, यथा स्थाणुर्वा पुरुषो वेति । एकस्मिन्नेव हि पुरोवर्तिनि द्रव्ये स्थाणुत्वनिश्चायकं वक्रकोटरादिकं पुरुषत्वनिश्चायकं च शिरः पाण्यादिकं विशेषमपश्यतः स्थाणुपुरुषयोः समानधर्ममूर्ध्वत्वादिकं च पश्यतः पुरुषस्य भवति संशयः किमयं स्थाणुर्वा पुरुषो તિ?
-
t
सामग्रीभेदात्संशयस्य भेदमाह । सचेति समानेति साधारणधर्म्मः समानधर्म । विरुद्धार्थप्रतिपत्तिकत्ववचनद्वयं विप्रतिप्रत्तिः । असाधारणेति सजातीयविजातीयंव्यवच्छेदकधर्मोऽसाधारणधर्मः । एभ्यो विशेषदर्शनस्मरणरहितेभ्यः त्रिપ્રાર: સંરાયઃ ।
।
સામગ્રીના ભેદથી સંશયનો ભેદ પડે છે. તે ત્રણ પ્રકારે છે - સાધારણ ધર્મ - સમાન ધર્મ, વિરૂદ્ધ અર્થની પ્રતિપત્તિ કરાવનાર બે વચનો તે વિપ્રતિપત્તિ. સજાતીય અને વિજાતીયનો વ્યવચ્છેદ કરનારો ધર્મ - અસાધારણ ધર્મ, વિશેષ પ્રકારના દર્શન તેમજ સ્મરણ વગરના આ ત્રણે ધર્મોથી ઉત્પન્ન સંશયના ત્રણ પ્રકાર પડે છે. ત્રણેના ક્રમશઃ દાખલા આપે છે.
૧. વૃક્ષના નિશ્ચાયક ધર્મો વાંકુચૂકું બખોલ વગેરે અને પુરુષના નિશ્ચાયક ધર્મો મસ્તક હાથ વિગેરે વિશેષ ધર્મને નહિં જોનાર અને માત્ર ઉંચાઈ વગેરે