________________
તર્કભાષા વાર્તિકમ્
૨૬૨
કે
પરંતુ આ અપવર્ગ થાય કેવી રીતે ? (ઉત્તરમાં કહેવામાં આવે છે, શાસ્ત્રો દ્વારા સમસ્ત પદાર્થનાં તત્ત્વોને જાણવાથી, વિષયોના દોષનું દર્શન થવાથી, મોક્ષની ઈચ્છાવાળા ધ્યાનનિષ્ઠ (સાધક)ને ધ્યાનના પરિપાકને લીધે આત્મસાક્ષાત્કાર થાય છે. તેનાથી તે કલેશ (યોગશાસ્ત્રમાં વર્ણવેલા અવિદ્યા, અસ્મિતા, રાગ, દ્વેષ અને અભિનિવેશ) રહિત થાય છે. તેથી નિષ્કામભાવે કર્મો કરવાથી નવા ધર્મ કે અધર્મનું તે ઉપાર્જન કરતો નથી. તેમજ પૂર્વોપાત્ત (પૂર્વજન્મમાં કરેલા) ધર્મ અને અધર્મના સમૂહને યોગની સમૃદ્ધિના પ્રભાવથી જાણીને તે એકી સાથે ભોગવી નાખે છે અને આ રીતે પૂર્વકર્મોની નિવૃત્તિ થવાથી, વર્તમાન શરીરનો નાશ થયા પછી નવું શરીર આવવાનું નહીં.હોવાથી તેનો શરીર વગેરે એકવીશ દુઃખ સાથે સંબંધ થતો નથી; કારણ કે તેવા સંબંધનું હવે કોઈ કારણ રહેતું નથી. ધર્મ અધર્મ સર્વનાશ પામેલ હોવાથી આ એકવીશ પ્રકારના દુઃખનો નાશ તે મોક્ષ છે. તે જ અપવર્ગ છે. (???) (સંશય:)
एकस्मिन् धर्मिणि विरुद्धनानार्थावमर्शः संशयः । स च त्रिविधः । विशेषादर्शने सति समानधर्मदर्शनजो, विप्रतिपत्तिजोऽसाधारणधर्मजश्वेति ।
इदानीं संशयमाहं एकस्मिन्निति “ घटो रूपवान् परिमाणवानि ” त्यादि निर्णयात्मकेऽतिव्याप्तिवारणाय विरुद्धेति, तथापि यत्किञ्चिद्विरोधिरूपाविषयके “रूपवानयमि’”त्यादि निश्चयेऽतिव्याप्तिः स्यात् तद्वारणाय नानेति, नानाधर्मिणि 'अयं पुरुषत्ववान् । अयं पुरुषत्वाभाववान्' इत्यादि निश्चयेऽतिव्याप्तिवारणाय एकस्मिन्निति, एकत्रविरुद्धकोटिद्वयावलम्बिज्ञानं संशय इत्यर्थः ॥
અત્યારે સંશય ને બતાવે છે - એક જ ધર્મી (પદાર્થ)માં પરસ્પર વિરૂદ્ધ અનેક ધર્મોનું જ્ઞાન થવું તે સંશય.
ઘડો રૂપવાળો છે પરિમાણવાળો છે. આ નિર્ણય સ્વરૂપ છે, પણ એમ એક ધર્મીનું જ્ઞાન થયુ માટે તેમાં અતિવ્યાપ્તિ આવે, તેના વારણ માટે ‘વિરૂદ્ધ’ પદ મૂક્યું છે, રૂપ અને પરિમાણ આ બે વિરૂદ્ધ ધર્મ નથી. છતાં પણ યત્કિંચિત્ વિરોધીરૂપનાં અવિષયવાળામાં એટલે ઘડામાં એક જાતનું જ રૂપ રહેલ છે. માટે