________________
૨૫૯
તકભાષા વાર્તિકમ્ तदयुक्तं अतीतानांगतविषयाणां ज्ञानानां स्वविषयार्पिताकारत्वाऽसम्भवात् सर्वविषयानुमेयत्वे प्रत्यक्षदृष्टार्थदृष्टान्तासम्भवाच्च । तस्मात् प्रत्यक्षसिद्धा घटादय તિ..
ननु ज्ञानस्य साकारत्वाभावे कथं विषयं प्रति भेद इत्याशङ्यार्थेनैव विषयादिनिराकारतया धियामितिन्यायेनेत्याह सर्वमिति ।
બૌદ્ધ :- આનો ભાવ આ છે કે ઈંદ્રિયથી સંબદ્ધ વિષય સ્વજન્યજ્ઞાનમાં પોતાનાં આકારને સમર્પણ કરી નાશ પામે છે, તે આકારનાં આધારે અર્થનું અનુમાન થાય છે. માટે સર્વ વિષય અનુમેય છે.
તૈયાયિક :- તે અયુક્ત છે. કારણ કે અતીત અનાગત વિષયવાળા જ્ઞાનોને પોતાનાં વિષયો આકાર અર્પણ કરી શકતા નથી. માટે જ્ઞાન સાકાર માનવું યોગ્ય નથી. અને સર્વ વિષયને અનુમેય માનીએ તો, પ્રત્યક્ષ દષ્ટ અર્થનું દષ્ટાંત આપી શકાશે નહિં. અને એમ થવાથી અનુમાનનો પણ ઉચ્છેદ થવાની આપત્તિ આવે. તેથી ઘટાદિ પ્રત્યક્ષ સિદ્ધ થયા. - શંકાકાર :- જો જ્ઞાન સાકાર ન હોય તો પ્રતિ વિષયનો ભેદ કેવી રીતે થઈ શકશે ? . *
સમાધાન - અર્થથી જે વિષયો ખરેખર નિરાકાર પણે/રૂપે પરિણત બુદ્ધિને પેદા કરે છે. આ ન્યાયથી કહે છે કે સર્વે જ્ઞાન મથનિહાળ્યું... નિરરવા
વાસ્તવમાં તો પદાર્થોનું પ્રત્યક્ષ થાય છે અને પછી તેનું જ્ઞાન થાય છે. અને મનમાં મને પટનું જ્ઞાન થયું' એવી છાપ પડે છે. જો અર્થ અને જ્ઞાનને સંબંધ ન હોત તો મને જ્ઞાન થયું' એવી જ પ્રતીતિ થાત. પણ એમ નથી થતી. માટે અર્થ પણ છે. અને તેનું જ્ઞાન પણ છે. એટલે બધુ જ્ઞાન અર્થથી નિરૂપ્ય-પ્રતીતિપાત્ર બને છે. અર્થપ્રમાણે નિરાકર બુદ્ધિ પરિણત થવાથી વિષયભેદ શકય છે. .
(१०४) मनोनिरूपणम् अन्तरिन्द्रियं मनः । तच्चोक्तमेव ।
__ (१०५) प्रवृत्तिनिरूपणम् प्रवृत्ति धर्माधर्ममयी यागादि क्रिया, तस्या जगद्व्यवहारसाधकत्वात्।