________________
તર્કભાષા વાર્તિકમ્
૨૫૪ ઉપર તાદાત્મસંબંધથી ઘટ નથી” આમ સીધા પ્રતિયોગીનો જ અભાવ જણાવવામાં આવે છે. એટલે જે અભાવનું તાદાભ્ય સંબંધની અપેક્ષાએ નિરૂપણ કરવામાં આવે છે, તે ભેદ છે.
જેમકે ઘટ તાદાત્મ સંબંધથી પટ નથી = “ઘટ પટોન” તે ભેદ ચાર પ્રકારે છે.
(१) अस्माद् घटादयं घटः पृथक् इत्युल्लेखेन पृथक्त्वान्योन्याभावः (२) शीतत्वमुष्णत्वविधर्म, उष्णत्वं शीतत्वविधर्म इति विरोधान्योन्यभावस्तयोईयो विरुद्धत्वात् (३) घटत्वं घटादतिरिक्तं घटो घटत्वादतिरिक्त इति अतिरिक्तान्योन्याभावः (४) अत्र भेदशब्दस्य भाववाचित्वात् स्वरूपत्नपृथक्त्वविधर्मत्वातिरिक्तत्वग्रहणमित्यर्थः ।
૧. સ્વરૂપભેદ ૨. પૃથકત્વભેદ ૩ વૈધર્મભેદ ૪. અતિરિક્ત ભેદના ભેદથી અન્યોન્યાભાવ ચાર પ્રકારે છે. તેમાં અભાવથી એટલે કે સંસર્ગાભાવથી ભિન્ન જે અભાવ તે અન્યોન્યાભાવ આ રીતે વ્યુત્પત્તિ પામેલ ભેદ શબ્દાર્થનું આ લક્ષણ છે.
શંકાકાર ઃ તાદાત્મ સંબંધથી જે અત્યંતાભાવ છે, તેમાં અતિવ્યાપ્તિ થશે?
સમાધાન :- ઉપરોક્ત લક્ષણનો તાત્પર્ય પ્રતિયોગિતાવચ્છેદકના આરોપના હેતુવાળી જે બુદ્ધિ તે વિષયવાળા અભાવમાં છે. જ્યારે અત્યંતભાવમાં તાદાત્મ સંબંધાવચ્છિન્ન પ્રતિયોગિતાના આરોપ હેતુ નથી.
સ્વરૂપ ભેદ વગેરેના ઉદાહરણો આપે છે. જેમ કે ઘટમાં પટનું સ્વરૂપ નથી. પટમાં ઘટનું સ્વરૂપ નથી. એ પ્રમાણે ઘટ અને પટના સ્વરૂપનો અન્યોન્યાભાવ છે.
આ ઘટથી આ ઘટ અલગ છે. આવા ઉલ્લેખથી પૃથકત્વ અન્યોન્યાભાવ.
શીતત્વ ઉષ્ણત્વનો વિધર્મ છે. ઉષ્ણત્વ શીતત્વનો વિધર્મ છે. આ રીતે વિરોધ અન્યોન્યાભાવ થયો, તે બન્ને વિરોધી હોવાથી.
ઘટત્વ ઘટથી અતિરિક્ત છે. ઘટ ઘટત્વથી અતિરિક્ત છે. એમ અતિરિક્તા અન્યોન્યાભાવ થયો. અહીં ભેદ શબ્દ ભાવવાચી હોવાથી સ્વરૂપત્ન, પૃથકત્વ વિધર્મત્વ અતિરિક્તત્વનું ગ્રહણ કર્યું છે.