________________
તર્કભાષા વાર્તિકમ્
૨૫૨ नैयायिका अभावत्वं वा भवतु प्रागभावत्वादिकं वा भवतु परमखण्डा एवैते उपाधय इत्यूचुः । कालिकेति सदातनः संसर्गाभाव इत्यर्थः । सामायिकस्तु समयमात्रः, अनादिसान्ताभावः प्रागभावः, साद्यनन्ताभावः प्रध्वंसाभावः (२) संसर्गप्रतियोगिकाभावः संसर्गाभावः (३) अनाद्यनन्ताभावः त्रैकालिकोऽभावो वा अत्यन्ताभावः ।
કેટલાકના મતે અત્યંતાભાવ બે પ્રકારે છે. સામાયિક સદાંતન. કોઈકનાપ્રાચીન નૈયાયિકના મતે (સામાયિક અત્યંતભાવ નામનો) ચોથો પણ સંસર્ગાભાવ છે.
(કાર્ય) ઉત્પત્તિની પહેલાં કારણમાં કાર્યનો અભાવ છે. પ્રાગભાવ છે.
શંકાકાર :- અહીં તમે કાર્યનો અભાવ કહ્યો. પણ તે કયો અભાવ છે? એવો પ્રશ્ન થતાં તે પ્રાગભાવ છે, એમ કહેવું પડશે. અને તેથી આત્માશ્રેય દોષ આવશે, પ્રાગભાવના લક્ષણમાં પ્રાગભાવના જ્ઞાનની જરૂર હોવાથી-પ્રાગભાવનો પ્રવેશ થવાથી.
સમાધાન :- એવું નથી, ગંધનો અનાધાર જે સમય (મહાપ્રલય) છે, તે જ જે અભાવનો અનાધાર હોય તે પ્રાગભાવ એવું લક્ષણ છે. મહાપ્રલયમાં વસ્તુમાત્રનો બંસાભાવ તો છે જ, વસ્તુની હયાતી ન હોવાથી અત્યંતભાવ પણ માની શકાય. પરંતુ ઘટનાશના અધિકરણમાં “અત્ર ઘટોભવિષ્યતિ' એવી પ્રતીતિરૂપ પ્રાગભાવ નથી, તેમ મહાપ્રલયમાં પ્રાગભાવ સંભવી શકતો નથી. વસ્તુમાત્રનો અભાવ હોવાથી પ્રાગભાવની પ્રતીતિ શેમાં થાય ?
બધા મતે ગંધના વિનાશ વખતે બધાનો નાશ થયેલ હોય છે, માટે ગંધનું ગ્રહણ કર્યું છે. એટલે તે વખતે કોઈપણ કાર્ય વિદ્યમાન નથી.
પરંતુ અભાવ હો/હોય કે પ્રાગભાવાદિ હો હોય, પરંતુ આ અખંડ ઉપાધિઓ છે” એમ (નવ્ય તૈયાયિકો) કહે છે. સમવેતભિન્ન ધર્મને ઉપાધિ કહેવાય.
ત્રણે કાળમાં રહેનાર સદાતન સંસર્ગાભાવ છે, જ્યારે સામાયિક અત્યંતભાવ તો સમય માત્ર રહે છે. ઉત્પતિ વિનાશશાલી અભાવને સામાયિક અભાવ કહેવાય છે. જેમ કે રિક્ત ભૂતલ ઉપર ઘટાભાવ પેદા થાય છે અને ઘટનો સદ્ભાવ