________________
૨૪૫
તર્કભાષા વાર્તિકમ્ कानुगतञ्च । तच्च द्विविधं परमपरश्च । परं सत्ता बहुविषयत्वात् । सा चानुवृत्तिप्रत्ययमात्रहेतुत्वात् सामान्यमात्रम् । अपरं द्रव्यत्वादि । अल्पविषयत्वात् । तच्च व्यावृत्तेरपि हेतुत्वात् सामान्यं सद्विशेषः ।
,
अनुवृत्तीतिद्रव्यं सत् । गुणाः सन्तः कर्माणि अपि सत् द्रव्यं पृथि वीत्याद्यनुगतव्यवहारकारणं सामान्यमित्यर्थः । लक्षणमाह नित्यमिति संयोगादावतिव्याप्तिवारणाय नित्यमिति नित्यपरिमाणादावतिव्याप्तिवारणायानेकानुगतमिति अनेकसङ्गतमित्यर्थः । अतो न समवायादावतिव्याप्तिः एकपदसद्भावे तत् प्रयोजनमन्यत्रोक्तंमनुसन्धेयं । परत्वमधिकदेशवृत्तित्वम्, अपरत्वं न्यूनदेशवृत्तित्वं तद्व्यवहारः साध्यः । ततों न साध्यवैशिष्ट्यं न चापरत्वादिगुणभ्रमः विषयत्वमधिकरणत्वं व्याकरणोक्तं ।
અનુવૃત્તીતિ - વ્યસત્, ગુણોસત્, કર્મોપણ સત્, પૃથ્વીદ્રવ્ય પાણી દ્રવ્ય ઈત્યાદિ અનુગત વ્યવહારનું કારણ સામાન્ય છે. સામાન્યનું લક્ષણ બતાવે છે. ‘નિત્યં એક અનેકાનુગત સામાન્ય’ સંયોગ વગેરેમાં અતિવ્યાપ્તિ વારણ માટે નિત્ય, કેમ કે સંયોગ એક હોય અને અનેકમાં રહેનાર તો છે જ. પણ નિત્ય ન હોવાથી અતિવ્યાપ્તિ નહિ આવે. નિત્ય વસ્તુનું પરિમાણ પણ નિત્ય હોય છે. તેથી અતિવ્યાપ્તિ થાય. તેના વારણ માટે અનેકાનુગત કહ્યું. નિત્ય-પરિમાણ એકમાં જ રહે છે. (આકાશગત નિત્યપરિમાણ આકાશમાં જ રહે છે.) અનેકાનુગત એટલે અનેક સાથે સમાનદષ્ટિ- સમવાયસં.થી જોડાયેલ. તેથી સમવાય વિ.માં અતિવ્યાપ્તિ નહિં આવે, કારણ કે લાલ ઘટમાં રક્તરૂપગુણસમવાય રહે છે, તે સમવાય અન્ય લાલ ઘડામાં સ્વરૂપસં.થી રહે છે, પણ સમાવયસં.થી રહેતો નથી. એકપદના સદ્ભાવમાં તેનું પ્રયોજન બીજે કહ્યું હોય તેનું અનુસંધાન કરવું જોઈએ./કરી શકાય છે. અધિક દેશમાં રહેના પરત્વ. ન્યૂનદેશમાં
૧. એક પદ સામાન્યનું સ્વરૂપ બતાવે છે. એટલે સામાન્ય જ એક એવો પદાર્થ છે કે જે નિત્ય તેમજ અનેકમાં સમવેત છતાં એક જ હોય.
અથાવ દરેક પરમાણુમાં એકત્વ ગુણ છે. તે નિત્ય છે. એટલે એકત્વ નિત્ય હોઈ અનેકમાં રહેવાવાળું તો થયું. તેમાં અતિવ્યાપ્તિ ન થઈ જાય તે માટે એક પદ છે એટલે કે તે એકત્વ ભિન્નભિન્ન છે. જ્યારે જાતિ એક જ હોય છે.