________________
૨૪૩
તર્કભાષા વાર્તિકમ્ भावना स्थितिस्थापकश्च । तत्र वेगः पृथिव्यादिचतुष्टयमनोवृत्तिः । स च क्रियाहेतुः । भावनाख्यस्तु संस्कारः आत्ममात्रवृत्तिरनुभवजन्यः स्मृतिहेतुः । स चोबुद्ध एव स्मृतिं जनयति । उद्बोधश्च सहकारिलाभः । ___ 'सादृश्यादृष्टचिन्ताद्याः स्मृतिबीजस्य बोधकाः' । इति
स्थितिस्थापकस्तु स्पर्शवद्रव्यविशेषवृत्ति । अन्यथाभूतस्य स्वाश्रयस्य धनुरादेः पुनस्तादवस्थ्यापादकः । एते च बुद्धयादयोऽधर्मान्ता भावना च आत्मविशेषगुणाः । गुणा उक्ताः ।
ननु संस्कारः कदाचिदेव स्मृतिं जनयति न सर्वदेत्यत्र किं विनिगमकम् ? तत्राह स चेति उक्तार्थे संवादकं दर्शयति यथोक्तमिति । स्थितेति पूर्व स्थितवत् स्थापयतीति स्थितस्थापक इति । ..
બુદ્ધિથી માંડી અધર્મ સુધીના અને ભાવના આ આત્માના વિશેષગુણ છે, એમ ગુણો કહેવાયા. '
શંકાકાર :- સંસ્કાર કયારેક જ સ્મૃતિને પેદા કરે છે, હંમેશા નહિં, તો એમાં વિનિગમક કોણ? (એટલે કયા સંસ્કાર સ્મૃતિને પેદા કરે અને કયા નહિં તે નક્કી કરી આપનાર કોણ ?) '
* સમાધના - જાગૃત સંસ્કાર સ્મૃતિને ઉપજાવે છે અને તે સંસ્કાર સાદશ્ય - અદષ્ટ અને ચિંતનથી જાગૃત થાય છે. ત્રણે સંસ્કારનું સામાન્ય લક્ષણ બતાવે છે - તેમાં સંવાદ દર્શાવે છે - તાર્કિકરક્ષામાં આવું લક્ષણ આપવામાં આવ્યું છે. યાતીય સમુત્પાદજાતીયસ્થ કારણમ્ સ્વયં યસ્તવિજાતીય સંસ્કારઃ સ ગુણો મતઃ જે જાતિવાળામાંથી પોતે ઉત્પન્ન થાય તેજ જાતિવાળુ કાર્ય પોતે ઉત્પન્ન કરે અર્થાત્ વેગ સ્વ કારણ (ક્રિયાને) અનુરૂપ કાર્ય તીર વગેરેમાં ક્રિયા ઉત્પન્ન કરે છે પણ પોતે કિયો નથી. અનુભવમાંથી ઉત્પન્ન ભાવના સ્મૃતિને પેદા કરે છે. તે અનુભવ અને સ્મૃતિ બન્ને બુદ્ધિરૂપ હોવાથી તાતીય છે. પણ ભાવના તેનાથી ભિન્ન છે. નેતરને પ્રયત્ન વિશેષથી વાળીએ અને છોડી દઈએ તો પાછુ મૂળ રૂપ ધારણ કરે છે, તે સ્થિતિ સ્થાપકતા બન્ને પ્રકારની વળવાની ક્રિયાથી ભિન્ન છે. બસ પૂર્વ અવસ્થામાં પુનઃસ્થાપના કરનાર ગુણ જ સ્થિતિ સ્થાપક છે.