________________
તર્કભાષા વાર્તિકમ્
૨૪૨
દેવદત્તના વિશેષ ભોગના હેતુ હોવાથી, દેવદત્તના પ્રયત્ન જન્ય વસ્તુની જેમ.
વિશેષગુણ જન્ય એટલું જ કહીએ તો ઈશ્વરનાં ઈચ્છાદિ વિશેષગુણ-જન્ય બધુ છે અને તે બધાને ખબર છે માટે સિદ્ધ સાધનતા દોષ લાગે છે, તે માટે દેવદત્ત પદ મૂકયું. વ્યાઘાતના પરિહાર માટે પક્ષમાં ‘‘દેવદત્તસ્ય’’ એમ કહ્યું છે.
भोगहेतुत्वादित्युक्ते आत्मनि व्यभिचारः । तदर्थं कार्यत्वे सति । तथापि यज्ञदत्तभोगसाधने शरीरेन्द्रियादौ व्यभिचारः । तदर्थं देवदत्तस्येति । साध्यवैकल्यपरिहाराय दृष्टान्ते देवदत्तेति । शरीरोत्पत्तेः प्राक् प्रयत्नादीनामसम्भवात् प्रयत्नादिजन्यत्वं शरीरादे [र] शक्यशङ्कं इत्याह यश्चेति ।
વ્યાઘાત એટલે અસંબદ્ધ અર્થવાળુ વાકય; પક્ષમાં લેવત્તસ્ય શબ્દ ન આપીએ તો ‘‘શરીર વિત્તવિશેષનુળનાં ાયત્વે મતિ હેવત્તસ્યમોāતુત્વાત્’’ એમ અનુમાન થશે - શરીરાદિ સામાન્યને પક્ષ કરી તેમાં દેવદત્ત (વિશેષ)ના ભોગહેતુત્વ સ્વરૂપ હેતુ રાખી શરીરાદિમાં દેવદત્ત વિશેષના વિશેષગુણથી જન્યત્વની સિદ્ધિ કરવા જતા પ્રસ્તુત અનુમાન અસંબદ્ધાર્થવાળુ થશે. સામાન્ય શરીરને દેવદત્તના વિશેષગુણથી જન્ય માનવું અજુગતું છે. જેમ કે જે વસ્તુ સર્વસામાન્ય હોય, તેના ઉપર એકલા પોતાનો હક જમાવવો, તેથી વ્યાઘાત આવશે. ભોગ હેતુત્વાત્ આટલો જ.હેતુ કહીએ તો આત્મામાં વ્યભિચાર આવે, કેમ કે આત્મા પણ ભૌગનો હેતુ તો છે જ, તેનાં વારણ માટે ‘કાર્યત્વેસતિ’ કહ્યું, આત્મા કાર્ય નથી નિત્ય હોવાથી. છતાં પણ યજ્ઞદત્તના ભોગ સાધન શરીર ઈન્દ્રિય વગેરેમાં વ્યભિચાર આવે, તેના વારણ માટે હેતુમાં ‘દેવદત્તસ્ય’ પદ મૂકયું. દરેક પ્રયત્નજન્યવસ્તુઓ માત્ર દેવદત્તના વિશેષગુણથી જન્ય નથી એટલે દૃષ્ટાન્ત સાધ્ય વિકલ બને, તેનાં વારણ માટે દૃષ્ટાન્તમાં પણ દેવદત્ત પદ મૂક્યું છે. શરીરની ઉત્પત્તિ પહેલાં પ્રયત્નાદિનો સંભવ ન હોવાથી “શરીરાદિ પ્રયત્નાદિથી જન્ય છે’’ એવી શંકાની શકયતા (ન) હોવાથી કહે છે... જે શરીરાદિના જનક આત્મ વિશેષગુણ છે તેજ ધર્મ અને અધર્મ છે, પ્રયત્નાદિ શરીરાદિના જનક નથી.
(૮૧) (સંનિપળમ)
संस्कारव्यवहारऽसाधारणकारणं संस्कारः । संस्कारस्त्रिविधो वेगो