________________
૨૪૧
તકભાષા વાર્તિકમ્ સામાન્યાદિ તો “ગુ... ન્યાયથી આપણને પણ પ્રત્યક્ષ છે, પરંતુ આપણે તો યોગી કહેવાતા નથી. જે પદાર્થ પ્રમેય હોય તેના લીધે કોઈને પ્રત્યક્ષ થઈ જાય તેટલા માત્રથી તે વ્યક્તિ યોગીનું બિરૂદ મેળવી શકતી નથી. પરંતુ જાતિયુક્ત જે કોઈ પદાર્થ છે, તે તમામનું સાક્ષાત્કાર કરનાર વ્યક્તિ જ યોગી કહેવાય. વિશિષ્ટ બુદ્ધિમાં સમવાયવિ. સંબંધનું પણ ભાન થાય છે. તેથી કહેવામાં આવ્યું છે કે - સામાન્ય (જાતિ)થી યુક્ત હોઈને પ્રમેય હોવાથી', આમ હેતુમાં વિશેષણ મુકવામાં આવ્યું છે. કારણ કે સામાન્ય વગેરે ત્રણ ( સામાન્ય, વિશેષ અને સમવાય)ને જાતિ હોતી નથી. ' અર્થનો પ્રકાશ (જ્ઞાન/ભાન) છે તે બુદ્ધિ છે. તે નિત્ય અને અનિત્ય (એમ બે પ્રકારની) છે. ઈશ્વરની બુદ્ધિ નિત્ય છે. તેનાથી અન્યની બુદ્ધિ અનિત્ય છે.
પ્રીતિ એ સુખ છે. તે સર્વ આત્માઓ વડે અનુકૂળ હોય તે રીતે અનુભવાય છે. પીડા એ દુઃખ છે તે સર્વ આત્માઓ વડે પ્રતિકૂળ હોય તે રીતે અનુભવાય છે. રાગએ ઈચ્છા એટલે પ્રવૃત્તિજનક ગુણ તે ઇચ્છા. ક્રોધ તે વેષ- એટલે નિવૃત્તિજનક ગુણ તે દ્વેષ. ચેષ્ટાનો જનક ગુણ તે પ્રયત્ન (કૃતિ). બુદ્ધિ વગેરે (ઉપર કહેલ) છ ગુણો માન પ્રત્યક્ષ છે.
() (મધ) धर्माधर्मों सुखदुःखयोरसाधारणकारणे । तौ चाप्रत्यक्षावप्यागमगम्यावनुमानगम्यौ च.। तथाहि देवदत्तस्य शरीरादिकं देवदत्तविशेषगुणजन्यम्, कार्यत्वे सतिं देवदत्तस्य भोगहेतुत्वात्, देवदत्तप्रयत्नजन्यवस्तुवत्। यश्च शरीरादिजनक आत्मविशेषगुणः स एव धर्मोऽधर्मश्च । प्रयत्नादीनां शरीरायजनकत्वादिति ।
धर्मेतिं. धर्माधर्मयोः सत्त्वेऽनुमानम् देवदत्तस्येति । शरीरादिकं विशेषगुणजन्यं इत्युक्ते परमेश्वरविशेषगुणजन्यत्वेन सिद्धसाधनता स्यात्तदर्थं देवदत्तेति। व्याघातपरिहाराय पक्षे देवदत्तस्येति ।
ધર્મ અધર્મ સુખ દુઃખના અસાધારણ કારણ છે, તે પ્રત્યક્ષથી જોઈ શકાતા ન હોવાથી તેની વિદ્યમાનતા માટે અનુમાન બતાવે છે.
દેવદત્તનું શરીર વગેરે દેવદત્તના વિશેષ ગુણથી જન્ય છે. કાર્યરૂપે હોતે છતે