________________
તર્કભાષા વાર્તિકમ્
દૂર કરનારા હોય.
તે વ્યભિચાર બે પ્રકારનો છે. અન્વય વ્યભિચાર અને વ્યતિરેક વ્યભિચાર. તેમાં કારણની હયાતીમાં કાર્યનું નીપજવું તે અન્વય અને કારણ હાજર ન હોય ત્યારે કાર્યની ઉત્પતિ ન થાય તે વ્યતિરેક. જેમ કે દંડની હાજરી હોય તો ઘડો બને અને દંડ ન હોય તો ઘડો ન થાય. એટલે કારણની હાજરીમાં કાર્યનું ન થવું અન્વયવ્યભિચાર, કારણ વિના કાર્યનું નીપજવું તે વ્યતિરેક વ્યભિચાર.
અહીં બન્ને રીતનો વ્યભિચાર મંગલરૂપ કારણ (સાધન) અને સમાપ્તિ રૂપ કાર્ય(સાધ્ય)ને આશ્રયી બતાવવામાં આવ્યો છે. જેમ કે કાદંબરી ગ્રન્થમાં ગ્રન્થકારે મંગલ તો કર્યું છે, છતાં ગ્રંથકાર કાદંબરીને અધૂરી મૂકીને જ મૃત્યુ શય્યામાં પોઢી ગયાં. એટલે મંગલ રૂપ હેતુ હોવા છતાં સમાપ્તિ રૂપ સાધ્યકાર્ય ન રહેવાથી અન્વયવ્યભિચાર થયો. હવે વ્યતિરેક વ્યભિચાર દર્શાવવા અનુમાન આપે છે.
૩
‘‘કોઈ પણ કાર્યની સમાપ્તિ મંગલથી થાય છે, સમાપ્તિ રૂપ હોવાથી’’ આ અનુમાનમાં કાર્યસમાપ્તિ પક્ષ છે. સમાપ્તિત્વ હેતુ છે, અને ‘મંગલજન્યા’ એ સાધ્ય છે, પણ પ્રમાદની પ્રગાઢનિદ્રામાં પોઢેલી વ્યક્તિએ અને નાસ્તિકે આચરેલા કાર્યની સમાપ્તિ તો દેખાય છે. પણ તેઓએ મંગલ તો કરેલ નથી. (પ્રમાદથી ભૂલી ગયો હોવાથી; નાસ્તિક તો મંગલને ઈશ્વર નમસ્કારાદિને માનતો ન હોવાથી) એટલે કે મંગલજન્ય સાધ્ય હોવું જોઈએ, તેના બદલે અહીં તો મંગલ વિંનાજ સમાપ્તિ થઈ હોવાથી મંગલ અન્ય સાધ્ય છે. એટલે મંગલ હેતુના અભાવમાં સમાપ્તિ કાર્ય થઈ જવાથી વ્યતિરેક વ્યભિચાર થયો. तंवर्तित्वे सति तदितरावर्तित्वमसाधरणधर्मत्वमित्यत्र वर्तते इत्येवंशीलो वर्ती, वर्तिनो भावो वर्तित्वं तस्मिन्गवि वर्त्तित्वं तस्मिन् तद्वर्तित्वे सति पुनस्तच्छब्देन गौस्तस्मादितरे घटादयस्तेष्ववर्तित्वे तदितरावर्त्तित्वम् । यथा गविं सास्नादिमत्त्वमिति । तज्जन्यत्वे सति तज्जन्यजनकोऽवान्तारव्यापारः इत्यत्र तच्छब्देन दण्डस्तेन जन्यो भ्रमिस्तज्जन्यस्तस्यभावस्तज्जन्यत्वं तस्मिन्तज्जन्यत्वे सति पुनस्तच्छब्देन दण्डस्तेन जन्यो घटस्तस्य जनको भ्रमिः स एव अवान्तरव्यापार इति । तद्वति तत्प्रकारकज्ञानं यथार्थज्ञानमित्यत्र तच्छब्देन घटत्वं
.