________________
તર્કભાષા વાર્તિકમ્
૨
જે પદાર્થો લક્ષણના લક્ષ્ય તરીકે હોય છતાં તેમાથી અમુક પદાર્થમાં લક્ષણ ન ઘટે; તે લક્ષણ અવ્યાપ્તિ દોષવાળું કહેવાય.
જે પદાર્થો આપણા લક્ષ્ય તરીકે હોવા છતાં તેમાંના એકેય પદાર્થમાં આપણું લક્ષણ ધટતું ન હોય; તો તે લક્ષણ અસંભવ દોષરૂપી અજગરનો
કોળિયો બની જાય છે.
',
उदाहरणानि यथा - द्विखुरावत्त्वं गोत्वमित्यत्र गोर्लक्षणं द्विखुरावत्त्वं तच्चालक्ष्ये महिष्यादौ यातीत्यतिव्याप्तिः, शाबलेयत्वं गोत्वमित्यत्र गोर्लक्षणं शाबलेयत्वं, तच्च लक्ष्यैकदेशे श्वेतगवादौ न यातीत्यव्याप्तिः, एकखुरावत्त्वं गोत्वमित्यत्र गोर्लक्षणमेकखुरावत्त्वं तच्च लक्ष्ये गवि क्वापि न यातीत्यसम्भव इति ।
हेतौ तान्येव पदान्युपादेयानि यानि व्यभिचारदोषनिवारकानि भवेयुः । स च व्यभिचारो द्वेधा अन्वयव्यभिचारो व्यतिरेकव्यभिचारश्चं, तत्र सति सद्भावोऽन्वयो यथा सति दण्डे घटोत्पत्तिः असत्यसद्भावो व्यतिरेंको यथा दण्डाभावे घटाभावः, ताभ्यां = अन्वयव्यतिरेकाभ्यां हेतुसत्त्वे साध्यासत्त्वं व्यभिचारो । यथा कादम्बर्यादौ मङ्गले हेतौ सति सांध्यरूपायाः समाप्तेरसत्त्वेन अन्वयव्यभिचार इति, ‘“समाप्तिर्मङ्गलजन्या समाप्तित्वादि" त्यत्र प्रमत्तनास्तिकाद्यनुष्ठितकर्मसमाप्तौ समाप्तित्वे हेतौ संति मङ्गलजन्यत्वं साध्यं मृग्यते परं मङ्गलाजन्यत्वमेव साध्यमस्तीति व्यतिरेकव्यभिचार इति ।
તેઓનાં અનુક્રમે ઉદાહરણ બતાવે છે.
બે ખરીવાળી હોય તે ગાય. આ ગાયનું લક્ષણ કર્યું પરતું આ લક્ષણ ભેંસ વગેરેમાં પણ ઘટે છે, કારણ કે ભેંસને પણ બે ખરી હોય છે. ગાય કાબરચિતરી છે. આ જો ગાયનું લક્ષણ કરીએ તો આપણા લક્ષ્યમાં તો ધોળી ગાય પણ છે, છતાં તે કાબરચિતરી ન હોવાથી તેમાં આ લક્ષણ ઘટતું નથી.
ગાય એક ખરીવાળી છે. આ ગાયનું લક્ષણ બનાવીએ તો દરેક ગાયને બે ખરી હોવાથી કોઈ પણ ગાયમાં લક્ષણ ન જવાથી અસંભવ દોષ લાગે. આ કારણથી હેતુમાં તેવાં પદોનો ઉપયોગ કરવો કે જે વ્યભિચાર દોષને