________________
अहं रत्नशेखरसद्गुरुभ्यो नमः - જે નમઃ | પરમગુરુજી બિરાજમારપુરા (૬) , શ્રી વિનયવસૂરીશ્વરપુરમ્યો નમઃ |
श्री पार्श्वनाथपादाब्जमभिनोनूय भक्तितः ।।
तन्यते तर्कभाषाया वार्तिकं बालबुद्धये ।। १ ।। तत्र बालानां सुखेन शास्त्रप्रवेशनार्थमादौ कानिचिल्लक्षणानि लक्षणदोषरहितान्युच्यन्ते, तल्लक्षणे हि तान्येव पदान्युपादेयानि यानि अतिव्याप्त्यव्याप्त्यसम्भवदोषनिवारकानि भवेयुरित्युक्तेः पूर्वं तान्येव दर्शयामि । ___ अलक्ष्ये लक्षणगमनमतिव्याप्तिः, लक्ष्यैकदेशे लक्षणस्यावर्तनमव्याप्तिः, लक्ष्ये कापि लक्षणस्यावर्तनमासम्भवः ।।
: વાર્તિકાર કૃત મંગલાચરણ * શ્રી પાર્શ્વનાથ પ્રભુના ચરણકમલને ભક્તિથી ભરપૂર હૈયા ધારા વંદન કરીને બાળ-બુદ્ધિવાળા/મંદમતિવાળાના ઉપકારમાટે મારા વડે તર્કભાષા ઉપર વાર્તિક રચાય છે.
તેમાં બાલજીવોનો ન્યાયશાસ્ત્રમાં સુખપૂર્વક પ્રવેશ થઈ શકે, તે માટે શરૂઆતમાં લક્ષણદોષવગરનાં - કેટલાક લક્ષણો કહેવાય છે. લક્ષણમાં તેવા જ પદોનો ઉપયોગ કરવો જોઈએ જે અતિવ્યાપ્તિ, અવ્યાપ્તિ અને અસંભવ દોષને દૂર કરનારા હોય. આ હકીકત હોવાથી પહેલાં અતિવ્યાપ્તિ વગેરેના સ્વરૂપને જ હું દર્શાવું છું. | (જે લક્ષણ લક્ષ્ય પદાર્થમાં વિદ્યમાન હોય તેમજ) જે પદાર્થ આપણા લક્ષણના લક્ષ્ય તરીકે નથી, તેમાં પણ આપણે રચેલું લક્ષણ જતું રહે તો તે લક્ષણ અતિવ્યાપ્તિ દોષવાળું કહેવાય.