________________
તકભાષા વાર્તિકમ્
२३६ સ્નેહમાંથી અવયવીમાં સ્નેહ પેદા થાય છે તે કારણે ગુણ પૂર્વક કહેવાય છે.
(८०) शब्दः श्रोत्रग्राह्यो गुणः । आकाशस्य विशेषगुणः । .... ननु कथमस्य श्रोत्रेण ग्रहणं, यतो भेर्यादिदेशे शब्दो जायते श्रोत्रन्तु पुरुषदेशेऽस्ति । सत्यम् । भेरीदेशे जातः शब्दो वीचीतरङ्गन्यायेन कदम्बमुकुलन्यायेन वा सन्निहितं शब्दान्तरमारभते । स च शब्दः शब्दान्तरमितिक्रमेण श्रोत्रदेशेऽन्त्यः शब्दः श्रोत्रेण गृह्यते न त्वाद्यो नापि मध्ममः । एवं वंशे पाट्यमाने दलद्वयविभागदेशे जातः शब्दः शब्दान्तरारम्भक्रमेण श्रोत्रदेशेऽन्त्यं शब्दं जनयति । सोऽन्त्यः शब्दः श्रोत्रेणं गृह्यते नाद्यो न मध्ममः । 'भेरीशब्दो मया श्रुतः' इति मतिस्तु भ्रांन्तेव । भेरी. शब्दोत्पत्तौ भेर्याकाशसंयोगोऽसमवायिकारणं भेरीदण्डसंयोगों निमित्तकारणम् ।
एवं वंशोत्पाटनाचटचटाशब्दोत्पत्तौ वंशदलाकाशविभागोऽसमवायिकारणं दलद्वयविभागो निमित्तकारणम् । इत्थमायः शब्द संयोगजो विभागजो वा । अन्त्यमध्यमशब्दास्तु शब्दासमवायिकारणका अनूकूलवातनिमित्तकारणकाः । यथोक्तं - 'संयोगाद् विभागाच्छन्द्राच शब्दनिष्पत्तिः' इति। आद्यादीनां सर्वशब्दानामाकाशमेकमेव समवायिकारणम् । कर्मवुद्धिवत् त्रिक्षणावस्थायित्वम् ।
શંકાકાર :- શબ્દ તે કાનથી કેવી રીતે જાણી શકાય છે. શબ્દ તો ભેરી વગેરે દેશમાં ઉપજે છે અને કાન તો પુરૂષના સ્થાને છે ?
સમાધાન - તમારી વાત સાચી, પણ ત્યાં ઉત્પન્ન શબ્દ બીજા શબ્દને પેદા કરે છે. તે વળી તેની બાજુમાં અન્ય શબ્દને, જેમ તળાવમાં પથરો નાંખતા તરંગ ઉત્પન્ન થાય છે. તે બીજા બીજા તરંગને જન્મ આપે છે. અને છેક તળાવના કાંઠા સુધી ફેલાય છે.
એટલે છેલ્લે કાન પાસે ઉત્પન્ન શબ્દ જ આપણને સંભળાય છે. પણ તે શબ્દ તેવી જાતિનો હોવાથી ભેરીનો શબ્દ મેં સાંભળ્યો એવો ભ્રમ થાય છે.