________________
૨૩૫
તર્કભાષા વાર્તિકમ્ ઉક્ત લક્ષણમાં જો ‘આઘ’ પદ ન આવે તો બીજા ત્રીજાદિ પતનના ‘અસમવાયિકારણ રૂપવેગ’માં લક્ષણની અતિવ્યાપ્તિ થશે. તેના નિવારણ માટે લક્ષણમાં ‘આઘ’ પદ મૂકવું આવશ્યક છે. તેવી જ રીતે લક્ષણમાં જે ‘અસમવાય’ પદ ન મૂકીયે તો ક્રિયારૂપ આઘપતનનાં ‘સમવાય કારણરૂપ આમ્રફળ આદિ દ્રવ્ય’માં તથા નિમિત્તકારણ રૂપ અદષ્ટ ઈશ્વર આદિમાં લક્ષણની અતિવ્યાપ્તિ થશે. તે નિવારણ માટે લક્ષણમાં ‘અસમવાયિપદ’ મૂકવું આવશ્યક છે. પશ્ચાદ્ભાવી પતન ક્રિયાઓનો પણ અસમવાયિકારણ જો ફળનિષ્ઠ ગુરૂત્વ ને જ કહીયે તો પડવાવાળા ફળનો નાશ ન થાય ત્યાં સુધી પતનક્રિયા બરાબર બની રહેશે. કેમકે તેના ‘સમવાયિકારણ’ અસમવયિકારણ તથા નિમિત્તકારણ ફળનો નાશ થાય ત્યાં સુધી બની રહેશે. પરન્તુ દ્વિતીયાદિ પતનક્રિયાઓનું અસમવાયિકારણ ‘ફળનિષ્ઠ વેગ'ને કહે છે. ત્યારે પૃથ્વી પર ફળનો સંયોગ થતાં જ વેગનો નાશ થઈ જાય છે. ત્યારે વેગરૂપ અસમવાયિકારણ ન રહેવાથી તે ‘પતનક્રિયા’ સતત થતી નથી.
(७८) द्रवत्वमाद्यस्यन्दनाऽसमवायिकारणम् । भूतेजोजलवृत्ति । भूतेजसोर्घृतादिसुवर्णयोरग्निसंयोगेन द्रवत्वं नैमित्तिकम् । जले नैसर्गिकं
द्रवत्वम् ।
(७९) स्नेहश्चिक्कणता । जलमात्रवृत्ति कारणगुणपूर्वको गुरुत्वादिवद् यावद् द्रव्यभांवी ।
नैसर्गिकेति द्रव्यान्तरसंयोगानपेक्षं द्रवत्वं जलस्य विशेषगुण इत्यर्थः । कारणगुणेति समवायिकारणसमवायिकारणमात्रगुणासमवायिकारणत्वं कारणगुणपूर्वकत्वमित्यर्थः ।
નૈસર્ગિક - અન્યદ્રવ્યના સંયોગની અપેક્ષા રાખ્યા વગર જે વહેવાવાળું હોય તે નૈસર્ગિક દ્રવત્વ. જ્યારે ઘીને વહેવા માટે ગરમીની જરૂર પડે છે. આ નૈસર્ગિક દ્રવત્વ પાણીનો વિશેષ ગુણ છે. કારણ કે આ માત્ર પાણીમાં જ રહે છે.
કુવા વગેરેના પાણી રૂપ કાર્યનિષ્ઠ- તેમાં રહેલ સ્નેહનું સમવાયિકારણ આનું પાણી તેનું સમવાયિકારણ અવયવજળ તેના ગુણ સ્નેહ વિગેરે. જેનું અસમવાયિકારણ તરીકે હોય, તેનું નામ કારણગુણપૂર્વકત્વ છે. એટલે અવયવના