________________
તર્કભાષા વાર્તિકમ્
૨૩૪. સમાધાન :- આવી શંકાને સમાધાન માટે પ્રયત્નાભાવ હોતે છતે” એમ કહ્યું છે, ત્યાં પ્રયત્ન જ પતનનો પ્રતિબંધક છે.
વેગથી જતા શરીર ભારે હોવા છતાં પડતું નથી. તે માટે વેગાભાવ કહ્યું. ત્યાં વેગ જ પતનનો પ્રતિબંધક છે. છતાં પણ – વેગ વગેરેનો અભાવ હોવા છતાં ડાળથી જોડાયેલ કેરી વિ. કલાદિ પડતા નથી. તે સારૂ “સંયોગાભાવ હોતે છતે” એમ કહ્યું છે. ત્યાં તેનો સંયોગ જ પતનનો પ્રતિબંધ કરે છે. એમ વિચારવું.
ગુરૂત્વમાં અનુમાન દર્શાવે છે - વિવાદાસ્પદ પતન પોતાના આશ્રમમાં સમવાય સંબંધથી રહેલ અસમાયિકારણવાળું છે (ગમન) કર્મ રૂપે હોવાથી, સ્પંદનની જેમ. ગુરૂત્વ પતન પ્રતિ અસમવાધિકાર છે. તેમાં સૂત્રકાર સંવાદ દર્શાવે છે. - જેમ કે વૈશષિક સૂત્રકારે કહ્યું છે કે - વેગ અને પ્રયત્નનો અભાવ હોય ત્યારે ગુરૂત્વથી પતન થાય છે.
શરૂઆત થયા પછી બીજી વગેરે ક્ષણે થતા પતન અને સ્પંદનનો વેગ હેતુ હોવાથી બંને ઠેકાણે આદ્ય પદ ઈચ્છનીય છે. એટલે કોઈ પણ વસ્તુની પડવાની શરૂઆત ગુરૂત્વ-ભારેપણાનાં લીધે થાય છે. પાછળથી પડવાનું ચાલુ રહે તેમાં વેગ કામ કરે છે. તેથી જ તો પવન 'રૂ” માં વેગ પેદા કરે છે. પણ ‘રૂ તેનાથી હલકુ હોવાથી નીચે પડતું. નથી.
આમ્રફળમાં જો પ્રથમ ક્રિયારૂપ પતન થાય છે, તો તે પતનના ‘અસમાયિકારણ” આમ્રફળના ગુરૂત્વથી થાય છે. તે પ્રથમ પતનના આમ્રફળમાં વેગ ઉત્પન્ન થાય છે. તે વેગથી ‘પ્રથમવેગ’ નો નાશ થઈને તે આમ્રફળમાં ‘દ્વિતીયવેગ” ઉત્પન્ન થાય છે. તે દ્વિતીયપતનથી પહેલા વેગનો નાથ થઈને ‘દ્વિતીયવેગ ઉત્પન્ન થાય છે. તે દ્વિતીયવેગથી ‘દ્વિતીયપતન” નો નાશ થઈને 'તૃતીયપતન” ઉત્પન્ન થાય છે. એવી રીતે “અધઃસંયોગ” સુધી પૂર્વ પૂર્વ પતનજન્ય વેગથી પૂર્વ પૂર્વ પતનનો નાશ થઈને ઉત્તર ઉત્તર પતન ઉત્પન્ન થાય છે. તે ઉત્તર ઉત્તર પતનથી પણ પૂર્વ પૂર્વ વેગનો નાશ થઈને ઉત્તર ઉત્તર વેગ ઉત્પન્ન થાય છે. એથી બીજા પતનથી લઈને અધઃસંયોગ સુધી આમ્રફળમાં જેટલા પણ ક્રિયાત્મક પતન થાય છે. તેનું અસમાયિકારણ વગ” નામનો ગુણ જ થાય છે.