________________
૨૩૩
તર્કભાષા વાર્તિકમ્ પણ મથુરા પુરૂષનિક પરત્વ નાશ પામે. એમ પરત્વના આશ્રયભૂત મથુરાસ્થ પુરૂષનો નાશ થંવાથી પાગ પુરૂષનિક પરત્વનો નાશ થાય છે. અપેક્ષાબુદ્ધિ તથા આશ્રય દ્રવ્યના નાશથી, દિશંયોગ તથા દ્રવ્યનાશથી, અપેક્ષાબુદ્ધિ, દિસંયોગ અને આશ્રયભૂત પુરૂષ (દ્રવ્ય)ના નાશથી પણ પરત્વનો નાશ થાય છે. આમ ઉદયનાચાર્યે ૭ પ્રકારે દૈશિક પરત્વાપરત્વનો નાશ દર્શાવ્યો છે.
એક જ દિશામાં રહેલા બે પદાર્થોમાં “આ આનાથી નજીક છે' એવી બુદ્ધિથી પ્રાપ્ત થયેલ દિશા અને પદાર્થના સંયોગથી નજીકના પદાર્થમાં અપરત્વ જન્મ અને “દૂર છે” એવી બુદ્ધિથી દૂરના પદાર્થમાં પરત્વ જન્મે છે.
(७७) (गुरुत्वम्) गुरुत्वमाद्यपतनासमवायिकारणम् । पृथिवीजलवृत्ति । यथोक्तम् । संयोगवेगप्रयत्नाभावे सति गुरुत्वात् पतनमिति ।
गुरुत्वेति आयेति क्रियाविशेषः । . । ननु अधःसंयोगफलिका क्रिया तथा गुरुणोऽपि शरीरस्य प्रयत्नदशायां सत्यपि गुरुत्वे पतनं न भवति तदर्थं प्रयत्नाभावः । तत्र प्रयत्नस्यैव पतनप्रतिबन्धकत्वं, वेगेन गच्छतः शरीरादेः सत्यपि गुरुत्वे पतनं न भवति तदर्थं वेगाभावः । तत्र वेगस्यैव पतनप्रतिबन्धकत्वम् । तथापि तत्संयुक्तस्य फलादेः सत्यपि गुरुत्वे पतनं नं भवति, तदर्थं संयोगाभावः, तत्संयुक्तस्यैव पंतनप्रतिबन्धकत्वमिति ध्येयम् । गुरुत्वेऽनुमानं “विमतं पतनं स्वाश्रयंसमवेतासमवायिकारणक(कं) गमनत्वात् स्पन्दनवत्" गुरुत्वस्य च पतनं प्रत्यसमवायिकारणत्वे सूत्रकारः संवादं दर्शयति यथोक्तमिति द्वितीयादेः पतनस्य स्पन्दनस्य वेगहेतुत्वादुभयत्रायेति पदमेषिष्टव्यमिति ।
ગુરુત્વ - પ્રથમ પતનનું અસમવાય કારણ. અહિં આ એ ક્રિયા વિશેષણ
શંકાકાર :- અધોદેશ સાથે સંયોગ કરાવી આપનારી પતનક્રિયા છે. તથા ભારેખમ શરીનો પ્રયત્ન હોય ત્યારે ગુરુત્વ હોવા છતાં પતન થતું નથી.