________________
તર્કભાષા વાર્તિકમ્
છે. (હાથ અને પુસ્તકના સંયોગથી શરીરપુસ્તકનો સંયોગ, હાથ એ શરીરનું કાર્ય છે, જ્યારે પુસ્તક કારણ પણ નથી, હાથનું કાર્ય પણ નથી.)
૨૩૨
સિંચાણાની ક્રિયાથી પર્વત અને સિંચાણાનો વિભાગ થાય. તથા ઉભયક્રિયાથી બે મલ્લનો વિભાગ થાય. તથા હાથ અને ઝાડના વિભાગથી શરીર અને ઝાડનો વિભાગ થાય છે. તે વિભાગ વિભાગ કહેવાય.
- परत्वं अधिकदेशवृत्तित्वमपरत्वं न्यूनदेशवृत्तित्वम् । तद्व्यवहारः साध्यः दिपिण्डसंयोगकृते, कालपिण्डसंयोगकृते कालकृते परत्वापरत्वयोरनित्यत्वं कुतः विनाशादिति, स विनाशः सप्तधा । तदुक्तम् अपेक्षाबुद्धिसंयोगद्रव्यनाशात् पृथक् पृथक् ।। द्वाभ्या च सर्वेभ्यो विनाशः सप्तधा, તયોઃ ॥
પરત્વ અધિક દેશમાં રહેવું, અપરત્વ - થોડા દેશમાં રહેવું.. ૧. દિશા અને પિંડનો સંયોગ થતાં સાધ્ય દૈશિક પરત્વાપરત્વ; કોલ અને પિંડનો સંયોગ થતાં પરત્વાપરત્વ નો વ્યવહાર સાધ્ય બને છે. સિદ્ધ થઈ શકે છે.
=
પરત્વે અપરત્વનો વિનાશ હોવાથી અનિત્ય છે. તે વિનાશ સાત પ્રકારે છે. અપેક્ષાબુદ્ધિ, સંયોગ' અને દ્રવ્યના નાશથી આ ત્રણ નો અલગ અલગ નાશ થવાથી; અપેક્ષાબુદ્ધિ અને સંયોગ, અપેક્ષાબુદ્ધિ અને દ્રવ્ય, સંયોગ અને દ્રવ્ય, આ બે બે નો નાશ થવાથી અને અપેક્ષાબુદ્ધિ, સંયોગ ને દ્રવ્ય આ બધાનો એક સાથે નાશ થવાથી દૈશિક પરત્વાપરત્વનો વિનાશ થાય છે.
પ્રયાગસ્થ પુરૂષની અપેક્ષાએ મથુરાસ્થ પુરૂષ દૂર છે, આવી અપેક્ષા બુદ્ધિરૂપી નિમિત્તકારણથી કાશીસ્થ પુરૂષ મથુરાસ્થ પુરૂષને પર માને છે, આ બુદ્ધિના નાશથી મથુરાસ્થપુરૂષનિષ્ઠ દૈશિકપરત્વ નાશ પામે છે. જેમ ત્વિનો નાશ. અને તે પરત્વનો આશ્રય મથુરાસ્થ પુરૂષનો જે દિશા સાથે સંયોગ છે (અસમવાયિકારણ) તેના નાશથી પણ પરત્વ નાશ પામે છે. એમ પ્રયાગસ્થ પુરૂષનિષ્ઠ અપરત્વનું અસમવાયિકારણ જે પ્રયાગસ્થપુરૂષની સાથે દિક્સંયોગ છે, તેના નાશથી પણ મથુરાસ્થપુરૂષનું પરત્વ નાશ પામે. એજ રીતે મથુરાસ્થ પુરૂષનિષ્ઠ પરત્વનો અવધિભૂત કાશીસ્થ પુરૂષ, તેનો તે દિસંયોગ નાશ થતા