________________
તર્ક ભાષા વાર્તિક योगपूर्वकः कार्याकार्यगतसंयोगः ।।
“આ આનાથી અલગ છે.” એવા પ્રકારનાં વ્યવહારનું અસાધારણ કારણ તે પૃથકત્વ છે.
શંકાકાર :- આવા વ્યવહારનું કારણ તો અન્યોન્યાભાવ છે ?
સમાધાન :- એમ નથી, તો ન ઈત્યાદિ (નકાર)થી ઉલ્લેખ નહિં કરાયેલી બુદ્ધિનો વિષય હોવાથી પૃથત્વ અભાવ રૂપ માની ન શકાય. તથા “ઘડાનું રૂપ ઘડો નથી' એમ અન્યોન્યાભાવ ઘટી શકે છે. પરંતુ ઘડાનું રૂપ ઘડાથી જુદુ છે, એમ કહી શકાતું નથી. (ઘટરૂપ ઘટમાં સમવાયસંથી એકમેક થઈને રહેલ હોવાથી) એટલે કે અન્યોન્યભાવની પ્રતીતિથી પૃથત્વની પ્રતીતિ જુદી છે, તે માટે ભિન્નગુણ માનવો જરૂરી છે. .
શંકા - પૃથકત્વને અલગગુણ માનવાની જરૂર નથી, કારણ કે વિભાગગુણ દ્વારા આ આનાથી વિભક્ત - જુદુ છે આવી પ્રતીતિ થઈ શકે છે.
સમાધાન - વિભાગ નિશ્ચયથી સંયોગપૂર્વક જ હોય છે. જ્યારે જે બે પદાર્થ કયારે જોડાયા નથી, તેમાં પણ પૃથત્વની પ્રતીતિ થાય છે, જેમ સૂર્યથી ચંદ્રમા અલગ છે.
અવ્યાપ્યવૃત્તિ એટલે સ્વ અત્યંતભાવનું સમાનાધિકરણ હોવું. જે ભૂતલ ઉપર ઘડાનો સંયોગ છે તેના જ એક દેશમાં તેનો અભાવ પણ હોઈ શકે છે. માટે ઘટસંયોગ તે અવ્યાપ્યવૃત્તિ કહેવાય.
અન્યતકર્મજ (=જે બે વચ્ચે સંયોગ છે, તેમાં એકની કિયાથી ઉપજેલ) જેમકે ક્રિયાશીલ બાજની સાથે નિષ્ક્રિય ઠુંઠાનો સંયોગ. બાજની કિયા અહીં (સંયોગ) નું અસમવાયિકારણ છે. ઉભયજ (બંનેની ક્રિયામાંથી ઉપજેલો) જેમ કે - બે સક્રિય મલ્લોનો સંયોગ. - શરીર અને ઈન્દ્રિય, શરીર અને વાળ, શરીર અને નખનો સંયોગ જ છે.
સંયોગથી જન્ય સંયોગ - ઉત્પન્ન થયેલા માત્રનો/પેદા થતાં તરત જ, લાંબાકાળથી ઉત્પન્ન થયેલા માત્રનો, નિષ્ક્રિયનો સ્વીકાર્યના કારણસંયોગવાળા અકારણોથી કારણ અકારણના સંયોગપૂર્વક સંયોગજ સંયોગ થાય છે.
स चैकस्मात् द्वाभ्यां बहुभ्यश्च भवति । तत्रैकस्मात्तावत्तन्तुवीरणसंयोगात् पटवीरणसंयोग एकः, द्वाभ्यां द्वितन्त्वाकाशसंयोगाभ्यां एकः पटाकाशसंयोगः