________________
તર્કભાષા વાર્તિકમ્
૨૩૦ द्वितन्त्वाकाशसंयोगः (२) बहुभ्यश्च तन्तुतुरीसंयोगेभ्य एकः पटतुरीसंयोगः (३) एकस्मात् संयोगात्द्वयोः संयोगयोरुत्पत्ति र्यथा तदा पार्थिवाप्ययोरण्वोः संयोगे सत्यन्येन पार्थिवेन पार्थिवस्य आप्येन वाप्यस्य युगपत्संयोगौ भवतस्तदा ताभ्यां संयोगाभ्यां पार्थिवाप्यद्वयणुके युगपदारभ्येते ततो यस्मिन्नेव काले द्वयणुकयोः कारणगुणप्रक्रमेण रूपाद्युत्पत्ति स्तस्मिन्नेव काले इतरेतरकारणाकारणगतसंयोगात् इतरेतरकार्याकार्यगतौ संयोगौ युगपद्उत्पद्यते ।
એટલે કે વૃક્ષ શરીર રૂપ કાર્યનું કારણ જે હાથ તેના સંયોંગવાળો છે. તેવા અકારણભૂત વૃક્ષ સાથે શરીરનો સંયોગ સંયોગજ સંયોગ થયો કહેવાય. કારણ અને અકારણ સંયોગથી થયેલ કાર્ય અને અકાર્યનો સંયોગ. દા.ત. - હાથ (કારણ) અને વૃક્ષના (અકારાણ) સંયોગથી થયેલ શરીર (કાર્ય) અને (અકાર્ય) વૃક્ષનો સંયોગ (વૃક્ષ શરીરનું અકારણ છે અને વૃક્ષ હાથનું કાંઈ નથી, તેમ હાથ શરીરનું કારણ છે (તેનાં અવયવરૂપ હોવાથી) શરીર હાથનું કાર્ય છે.) અને તે સંયોગ એકથી બેથી અને ઘણાંથી થાય. ત્યાં એકથી તંતુવીરાણના સંયોગથી પટવીરણનો સંયોગ (પટ કાર્ય તેનું કારણ તંતુ, વીરાણ અકારણ અને પટ તેનું - વીરણનું અકાર્ય છે.
બે તંતુ અને આકાશના સંયોગથી એક-પટાકાશ સંયોગ- બે તાંતણા થોડા બહાર નીકળી ખુલ્લા આકાશ સાથે જોડાવાથી પેટ અને આકાશનો સંયોગ થાય છે. ઘાણાં તંતુ તુરીના સંયોગથી એક પટતુરી સંયોગ- વસ્ત્રના તાંતણા તુરી સાથે જોડાતે પટનો તુરી સાથે સંયોગ થાય છે. એક સંયોગથી બે સંયોગની ઉત્પત્તિ થાય છે. જેમકે પાર્થિવ અને પાણીના પરમાણુનો સંયોગ થએ છતે પાર્થિવનો અન્ય પાર્થિવ સાથે સંયોગ, અને આપ્યો અન્ય-પાણીના અવયવો સાથે યુગપતું સંયોગ થાય છે. ત્યારે તે બે સંયોગથી પાર્થિવ અને પાણીના વચણકનો એક સાથે આરંભ કરાય છે. ત્યારપછી એક જ કાલે દયાણકના કારણ ગુણના ક્રમથી રૂપાદિની ઉત્પત્તિ થાય. તે જ વખતે પરસ્પર કારણ અકારણ સંયોગથી પરસ્પર કાર્ય અકાર્ય ગત સંયોગ એક સાથે પેદા થાય છે.
. (૭૧) (વિમા ) विभागोऽपि विभक्तप्रत्ययहेतुः । संयोगपूर्वको द्वयाश्रयः । स च