________________
તર્કભાષા વાર્તિક (પૃથિવી, જળ, તેજ તથા વાયુ) (દ્રવ્ય)માં રહે છે. તે શીત, ઉગ અને અનુગ્ગાશીત એમ ત્રણ પ્રકારનો છે. શીત (સ્પર્શી જળમાં, ઉષ્ણ (સ્પર્શ) તેજમાં (તથા) અનુગ્ગાશીત (સ્પર્શ) પૃથિવી અને વાયુમાં હોય છે. પૃથિવીમાં માત્ર અનિત્ય હોય છે. જળ, તેજ અને વાયુના પરમાણુમાં તે નિત્ય છે. જળ વગેરે કાર્યમાં તે અનિત્ય છે.
આ રૂ૫ વગેરે ચાર (ગણો) મહત્ત્વ (= મહતું પરિમાણ) ની સાથે એક અર્થમાં-વસ્તુમાં સમવેત અને ઉભૂત હોય ત્યારે જ પ્રત્યક્ષ થાય છે.
વગેરેના વ્યવહારનો હેતુભૂત સામાન્ય ગુણ તે સંખ્યા. તે એકત્વથી પરાર્ધ સુધીની છે, ત્યાં એકત્વ નિત્ય, અનિત્યના ભેદથી બે પ્રકારે છે, નિત્ય (વસ્તુ)માં રહે તે નિત્ય અને અનિત્ય (વસ્તુ)માં રહે તે અનિત્ય. અને તે અનિત્ય) પોતાના આશ્રયના સમવાધિકારણમાં રહેલા એકત્વથી ઉત્પન્ન થાય છે.એકત્વનો આશ્રય એક પટ તેનું સમાયિકારણ તન્તુ તેમાં રહેલા એકત્વથી પટનું એકત્વ ઉત્પન્ન થાય છે. ભલે તનું અનેક રહ્યા, પરંતુ તે બધામાં એકત્વતો છે જ, અને તે બધામાંથી પટ તો એકજ બનતો હોવાથી ધિત્વ/બહત્વ વગેરેની અપેક્ષા બુદ્ધિ જાગતી નથી.દ્વિત્વ તો અનિત્ય જ છે.અને તે (દ્ધિત્વ) બે વસ્તુઓમાં “આ એક છે.” “આ એક છે.” એવી અપેક્ષાબુદ્ધિમાંથી જન્મે છે. તેમાં બે વસ્તુઓ સમાયિકારણ છે. બંને વસ્તુઓનું (અલગ અલગ) એકત્વ અસમાયિકારણ છે. અપેક્ષાબુદ્ધિ નિમિત્ત કારણ છે, અપેક્ષાબુદ્ધિના નાશથી જ ધિત્વને નાશ થાય છે. આ પ્રમાણે ત્રિત્વ વગેરેની ઉત્પત્તિ સમજવી.
. (૭૨) (પરિમાણમ્) परिमाणं मानव्यवहारासाधारणं कारणम् । तच्चतुर्विधम् । अणु महद् दीर्धं इस्वं चेति । तत्र कार्यगतं परिमाणं संख्यापरिमाणप्रचययोनि । तद्यथा व्यणुकंपरिमाणमीश्वरापेक्षाबुद्धिजन्यपरमाणुद्वित्वजनितत्वात् संख्यायोनि । संख्याकारणकमित्यर्थः । द्वयणुकपरिमाणं च स्वाश्रयसमवायिकारणगतबहुत्वसंख्यायोनि । चतुरणुकादिपरिमाणं तु स्वाश्रयसमवायिकारणपरिमाणजन्यम् । तुलपिण्डपरिमाणं तु स्वाश्रयसमवायिकारणावयवानां प्रशिथिलसंयोगजन्यम् ।परमाणुपरिमाणं परममहत् परिमाणं चाकाशादिगतं नित्यमेव ।