________________
૨૨૫
તર્કભાષા વાર્તિકમ્ દિશા વગેરે સત્તા નામની જાતિવાળા છે અને નિષ્પ્રય છે, તેથી તેમાં અતિવ્યાપ્તિ ન થઈ જાય તે સારૂ અસમવાયિકારણ કહ્યું. આકાશાદિ શબ્દ સંખ્યા વગેરેના સમવડિય કારણ હોવાથી સમવાયિકારણથી અળગ ન બનવાથી અતિવ્યામિ નહીં થાય અને કર્મ તો કોઈનું સમવાયકારણ નથી અને જાતિવાળું પણ છે, માટે કર્મમાં અતિવ્યાપ્તિ ન થઈ જાય તે સારૂ અસ્પન્દાત્મા એમ કહ્યું. કોઈ પણ કર્મ હલન-ચલન વિનાનું હોતું નથી.
(૬૭) (પમ્)
तत्र रूपं चक्षुर्मात्रग्राह्यो विशेषगुणः । पृथिव्यादित्रयवृत्तिः । तच्च शुक्लाद्यनेकप्रकारकम् । पाकजं च पृथिव्याम् । तच्चानित्यं पृथिवीमात्रे । आप्यतैजसपरमाणेष्वनित्यम् । आप्यतैजसकार्येष्वनित्यम् शुक्लभास्वरमपाकजं तेजसि । तदेवाभास्वरमप्सु ।
I
(૬૮) (રસ:)
रसो रसनेन्द्रियग्राह्यो विशेषगुणः । पृथिवीजलवृत्तिः । तत्र पृथिव्यां मधुरादिषट्कारो मधुराम्ललवणकटुकषायतिक्तभेदात् पाकजश्व । अप्सु मधुरोऽपाकजो नित्योऽनित्यश्च । नित्यः परमाणुभूतास्वप्सु कार्यभूतास्वનિત્યઃ ।
(૬૧) (ન્ય:)
गन्धो प्राणग्राह्यो विशेषगुणः । पृथिवीमात्रवृत्तिः । अनित्य एव । स द्विविधः सुरभिरसुरभिश्च जलादौ गन्धप्रतिभानं तु संयुक्तसमवायेन द्रष्टव्यम् ।
તેમાં માત્ર ચક્ષુથી જ ગ્રાહ્ય વિશેષગુણ એ રૂપ છે. તે પૃથિવી વગેરે (પૃથિવી, જલ, તેજ) ત્રણ (દ્રવ્ય) માં રહે છે. અને તે શુક્લ વગેરે અનેક પ્રકારનું છે. તે પૃથિવીમાં પાકજ છે; અને પૃથિવીમાં માત્ર અનિત્ય છે. તેમજ જળનાં અને તેજના પરમાણુઓમાં નિત્ય તથા જળના અને તેજના કાર્યોમાં અનિત્ય છે. તે તેજમાં ભાસ્વરશુક્લ (ભાસ્વર = તેજસ્વી) અને અપાકજ છે. અને જળમાં તે જ પ્રમાણે ( = અપાકજ અને); અભાસ્વર શુક્લ છે.