________________
૨૨૩
તકભાષા વાર્તિકમ્ सङ्गोः । न चानित्यत्वं युक्तं स्पर्शरहितद्रव्यत्वेनाकाशादिवदनित्यत्वसावयवत्वयोरसम्भवात् ।
મનના વિભુત્વ નો પહેલાં નિરાસ કરી લીધો છે. મધ્યમ પરિમાણ માનીએ તો અનિત્ય માનવાનો પ્રસંગ આવે.
શંકાકાર :- અનિત્ય માની લો એમાં શું વાંધો ?
સમાધાન :- સ્પર્શ વગરનું દ્રવ્ય હોવાના લીધે આકાશાદિની જેમ અનિત્યત્વ અને સાવયવત્વનો સંભવ નથી.
મન પ્રત્યક્ષ નથી પણ અનુમાન ગમ્ય છે.
સુખાદિની ઉપલબ્ધિ, ચક્ષુ વગેરેથી અતિરિક્ત કરણથી સાધ્ય છે. કારણ કે ચક્ષુ વગેરે ન હોય તો પણ તે સાધ્ય છે- સુખાદિનું સંવેદન થાય છે. એમ સુખાદિ ઉપલબ્ધિના કરણ તરીકે મનની સિદ્ધિ થાય છે. વૈશેષિકો માને છે કે સુષુતિ દરમ્યાન મન પુરિત નાડીમાં પ્રવેશે છે. ત્યાં તેનો આત્મા સાથે સંયોગ થતો નથી. (પરંતુ આ માન્યતા બરાબર નથી. આત્મા વિભુ હોવાથી પુરિતતનાડીમાં મન સાથે સંયોગ કેમ ન હોય ? ખરેખર તો યુગપજ્ઞાનાનુત્પત્તિને લીધે જ મન આણુ છે, તેમ પણ સમજી શકાય છે.) (હકીકતમાં નિદ્રા દર્શનાવરણીય કર્મના ઉદયથી સામાન્યબોધની શક્તિ પણ અવરાઈ જવાથી ઉંઘમાં કશું પણ જ્ઞાન થતુ નથી. ઇતિ જૈના:). (આ રીતે દ્રવ્યોનું વર્ણન સમાપ્ત થયું)
(૬૬) (ગુI ) अथ गुणा उच्यन्ते सामान्यवानसमवायिकारणमस्पन्दात्मा गुणः । स च द्रव्याश्रित एव । रूपरसगन्धस्पर्शसंख्यापरिमाणपृथक्त्वसंयोगविभागपरत्वापरत्वगुरुत्वद्रवत्वस्नेहशब्दबुद्धिसुखदुःखेच्छाद्वेषप्रयत्नधर्माधर्मसंस्कारभेदाच्चतुर्विंशतिधा।
यस्मिन् द्रव्ये यावन्तः सामान्यगुणा विशेषगुणाश्च सन्ति; तानाह वायोनवैकादश तैजसो गुणा, जलक्षितिप्राणभृतां चतुर्दश, दिक्कालयोःपञ्च षडेवचाम्बरे । महेश्वरेऽष्टौ, मनसस्तथैव च इति सामान्यगुणा, विशेषगुणा यथा स्पर्शर